થપ્પડ કી ગુંજ…રાજકોટમાં પોલીસ ગ્રુપના જવાનને બૂટલેગરે ઝીંકી દીધા ફડાકા ?! જાણો શું છે મામલો
રાજકોટ શહેર પોલીસમાં એક ગ્રુપના જવાન જોડીદાર સાથે જામનગર રોડ પર એક વિસ્તારમાં જઈ ચડ્યા હતાં. બૂટલેગરનો ભેટો થઈ ગયો હતો. બૂટલેગર કદાચ નશામાં હોય કે લડી લેવાના મુડમાં હોય તેમ એક જવાનને ફડાકાવાળી કરી હતી. જો કે બાદમાં તો એ ધંધાર્થીને પણ ભારે પડી ગયું અને ટીમે ભેગા મળીને ધંધાર્થીને ખોં ભુલાવી દીધી હતી. થપ્પડ કી ગુંજની પોલીસના આંતરીક વર્તુળોમાં ગુંજી રહેલી વાતોમાં શહેર પોલીસના એક ગ્રુપની જોડી જામનગર રોડ તરફ ચાર દિવસ પૂર્વે સમી સાંજ બાદ પહોંચી હતી. અંધકાર, રાતના વાતાવરણમાં આ વિસ્તારમાં એક બૂટલેગર પાસે બંને પહોંચ્યા હતાં.
આ પણ વાંચો : પાકિસ્તાન સામે મેચ રદ થઈ હોત તો BCCIને થાત અબજોનું નુકસાન, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો
બૂટલેગર પણ રાતનો સમય હોય કદાચ નશામાં હશે અથવા તો કંટાળેલો હશે, કાં તો આ જોડીથી અજાણ હશે કે પોલીસ છે. બૂટલેગરને જોશ ચડ્યો અને જોડી પૈકીના એક જવાનને સટાસટ તમાચાવાળી કરી દીધી હતી. જેને કાયમ પોલીસની જરૂર પડતી હોય અથવા તો પોલીસનો ડર ફફડાટ રહેવો જોઈએ તેવા બૂટલેગર દ્વારા જ સટ્ટાક દઈને ખેંચી લેવાતા થોડીવાર તો પોલીસમેન હેબતાઈ ગયા હતાં. ત્યારબાદ બંનેએ સામે જોર બતાવ્યું હતું. જો વિસ્તારમાં કંઈ કરે તો હો હા થઈ જાય તેવો કદાચ પોલીસને પણ ડર હશે, કહેવાય છે કે ત્યારબાદ બૂટલેગરને લઈ જવા ટીમ દોડી આવી હતી અને ઓફિસ કે આવા સ્થળે લઇ જવાયો હતો.
જ્યાં રાત્રીના બૂટલેગરને બરોબરનો પાઠ ભણાવીને નશો ઉતારાયો હતો. એક એવી ચર્ચા પણ છે કે, જે ગ્રુપની જોડી ગઈ હતી તેમને કદાચ દારૂ સંબંધી કાર્યવાહી કરવાની છુટ નથી અથવા તો દારૂની માહિતી હોય તો અન્ય પોલીસ બ્રાંચ કે જે-તે પોલીસ મથકના સ્ટાફને જાણ કરી દેવી જોઈએ. બંને કયા કારણોસર ગયા હતાં? અજાણતા જઈ ચડ્યા? ગાંજો-ચરસ કે આવી અન્ય ગુનાઇત કોઈ માહિતી હતી અને ચેક કરવા ગયા હતાં? કે પછી બૂટલેગરે જ બંને સાથે વીના કારણે ગુસ્તાખી કરી હતી? ઉપરોક્ત બાબતો કયાનય ઓનપેપર આવેલી નથી પરંતુ જે-તે સબંધીત પોલીસમાં ગ્રુપ, વર્તુળમાં ભારે ચર્ચારૂપ બની છે.
