રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ દરમિયાન દેખાયું જાનવર !! મંત્રી શપથ લઈ રહ્યા’તા, પાછળથી ‘પ્રાણી’ થયું પસાર
PM મોદી અને અન્ય 71 મંત્રીઓએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા હતા. વાસ્તવમાં તમામની નજર શપથ લેનારા મંત્રીઓ પર હતી. આ સમારોહનો એક રહસ્યમય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પ્રાણી શપથ ગ્રહણ મંચની પાછળ ચાલતું જોવા મળે છે. આ પ્રાણી રાષ્ટ્રપતિ ભવનમાં થોડીક સેકન્ડ માટે દેખાય છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો ચોંકી ઉઠ્યા છે.
વીડિયોમાં દેખાતા આ પ્રાણીને કેટલાક લોકો બિલાડી તો કેટલાક ચિત્તા તરીકે ઓળખાવી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં કયું પ્રાણી જોવા મળ્યું ?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં મંત્રી ઉભા થઈને રાષ્ટ્રપતિ તરફ ચાલી રહ્યા છે. એ જ રીતે, એક પ્રાણી પાછળની સીડીની ઉપરની લોબીમાંથી પસાર થતું જોઈ શકાય છે. જોકે, કયું પ્રાણી પાછળથી પસાર થયું તે સ્પષ્ટ થયું નથી. પરંતુ જેવો જ લોકોનું ધ્યાન આ વિડિયો પર પડ્યું, આ મામલો સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયો. લોકો આ વીડિયોને શેર કરી રહ્યાં છે અને દેખાતા પ્રાણીને કૂતરો, બિલાડી કે ચિત્તા કહી રહ્યાં છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી તરીકે શપથ લીધા હતા. આ સાથે 71 મંત્રીઓએ પણ શપથ લીધા. આ દરમિયાન વિદેશના ઘણા ટોચના નેતાઓ પણ ત્યાં હાજર હતા. જો કે શપથ સમારોહની સુરક્ષા ખુબ જ કડક હતી પરંતુ અચાનક ક્ષણભર માટે દેખાતું આ પ્રાણી હવે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આ જ કારણ છે કે લોકો સોશિયલ મીડિયા પર આ પ્રાણીનો વીડિયો પણ શેર કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ ભવન ઘણા પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર છે
રાષ્ટ્રપતિ ભવનમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઘણી પ્રજાતિઓ હાજર છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રપતિ ભવન અસંખ્ય પ્રાણીસૃષ્ટિનું ઘર છે, જેમાં 136 જંગલી છોડની પ્રજાતિઓ અને 84 પ્રાણીઓની પ્રજાતિઓ છે.