Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સૌરાષ્ટ્રમાં 9655 તબીબો અને હોસ્પિટલ અને લેબોરેટરીનું રજિસ્ટ્રેશન: રાજકોટ એઇમ્સે હજુ સુધી નથી કરાવ્યું રજિસ્ટ્રેશન

Thu, November 6 2025

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં તમામ ક્લિનિકલ સંસ્થાઓની નોંધણી અને નિયમન માટે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ અધિનિયમ અમલી બનાવી વારંવાર મુદતમાં વધારો કરવા છતાં રાજ્યમાં હજુ પણ તાલુકા લેવલે આવેલ ખાનગી હોસ્પિટલો અને નાના ક્લિનક ચલાવતા તબીબોએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2024થી અમલી બનેલા આ કાયદા અન્વયે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કુલ 9,655 તબીબ, હોસ્પિટલ અને લેબોરેટરીનું રજિસ્ટ્રેશન થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન નહીં કરાવનાર તબીબો સંસ્થાઓ અને હોસ્પિટલ વિરુદ્ધ 10 હજારથી લઈ 5 લાખના દંડ તેમજ અન્ય કાયદાકીય પગલાંની જોગવાઈ છે.

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 28 સપ્ટેમ્બર, 2022 ના રોજ ગેઝેટ સૂચના દ્વારા ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ નિયમો, 2022 પ્રકાશિત કરી 13 માર્ચ 2024ના રોજ ગેઝેટ સૂચના દ્વારા સુધારેલા નિયમો અમલી બનાવ્યા છે.

જે અંતર્ગત તમામ હોસ્પિટલ, મેટરનિટી હોમ, નિંર્સગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનેટોરિયમ અથવા કોઈપણ નામ ધરાવતી સંસ્થા જે બીમારી, ઈજા, ખોડ, અસામાન્યતા અથવા ગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળની જરૂર હોય તેવી સેવાઓ, સુવિધાઓ પ્રદાન કરે છે અથવા એવી જગ્યા જ્યાં રોગોનું નિદાન અથવા સારવાર જ્યાં પેથોલોજીકલ, બેક્ટેરિઓલોજિકલ, આનુવંશિક, રેડિયોલોજીકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા પ્રયોગશાળા અથવા અન્ય તબીબી ઉપકરણોની મદદથી અન્ય નિદાન અથવા તપાસ સેવાઓ જાહેર અને ખાનગી ક્ષેત્રોમાંથી કોઈપણ માન્ય દવા પ્રણાલીમાં કરવામાં આવે છે જેમાં િંસગલ ડૉક્ટર ક્લિનિક્સનો સમાવેશ થાય છે.

જો કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે સશસ્ત્ર દળ નિયંત્રિત અથવા સંચાલિત ક્લિનિકલ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. બીજીતરફ રાજ્યમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલ માટે અવાર નવાર મુદત લંબાવવામાં આવી હોવા છતાં પણ અત્યાર સુધીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 9,655 હોસ્પિટલ, મેટરનિટી હોમ, લેબોરેટરી અને તબીબી ક્લિનીકનું રજિસ્ટ્રેશન થયું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન મેડિકલ હબ રાજકોટમાં 2374 અને કચ્છમાં 1128 થયા છે. જયારે અન્ય જિલ્લામાં રજિસ્ટ્રેશનનો આંકડો 1000 સુધી પહોંચી શક્યો નથી.

હાલમાં તમામ તબીબો, હોસ્પિટલ, સંસ્થાને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન

ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન માટે અવાર નવાર મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને આગામી એપ્રિલ માસ સુધીની મુદત વધી છે ત્યારે કાયદાના અમલ બાદ હાલમાં રજીસ્ટ્રેશન કરાવનાર તમામ હોસ્પિટલ, સંસ્થા, તબીબો અને લેબોરેટરીને એક વર્ષની મુદત માટે જ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાના નામે છ લોકો સાથે 10.95 લાખની છેતરપિંડી,જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટ એઇમ્સનું પણ રજિસ્ટ્રેશન નથી

રાજ્યમાં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન ફરજીયાત છે ત્યારે ગુજરાતની એક માત્ર એઇમ્સ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે રજિસ્ટ્રેશન થયું ન હોવાનું રજિસ્ટ્રેશન વેબ સાઈટ પરથી સામે આવ્યું છે. રાજકોટ એઇમ્સના બિલ્ડીંગનું કામ હજુ પ્રગતિમાં હોય કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર સંપૂર્ણ ફાયર એનઓસી મળેલું ન હોવાના કારણે રજિસ્ટ્રેશન ન થયું હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં તમામ તબીબો, હોસ્પિટલ અને સંસ્થાને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન  ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે રજિસ્ટ્રેશન માટે અવાર નવાર મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને આગામી એપ્રિલ માસ સુધીની મુદત વધી છે ત્યારે કાયદાના અમલ બાદ હાલમાં રજિસ્ટ્રેશન કરાવનાર તમામ હોસ્પિટલ, સંસ્થા, તબીબો અને લેબોરેટરીને એક વર્ષની મુદત માટે જ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : શા માટે સુરેશ રૈના અને શિખર ધવનની કરોડોની મિલકતો જપ્ત કરવામાં આવી? જાણો શું છે EDનો કેસ,પૂર્વ ક્રિકેટરો પર શું છે આરોપ

રજિસ્ટ્રેશનમાં ફાયર સેફ્ટિમાં ફસાતી હોસ્પિટલ

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે ફરજીયાત રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં તમામ હોસ્પિટલ, ક્લિનિક, લેબોરેટરી કે એક્સ-રે, એમઆરઆઈ સેન્ટરો અંતે ફાયર સેફટી એનઓસી, બાયો મેડિકલ વેસ્ટ એનસોસી, એક્સ-રે અને એમઆઈઆર સેન્ટર માટે રેડિએશન અંગેના પ્રમાણપત્ર તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એનઓસી ફરજીયાત હોય અનેક તબીબો અને હોસ્પિટલ સહિતની સંસ્થા ફાયર સેફટીના પ્રમાણપ્ત્રમાં અટવાયેલા હોવાથી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન કરાવી શકતા ન હોવાનું સામે આવ્યું છે.

કાયદાની કડક અમલવારી બાદ લાલીયાવાડી નહીં ચાલે

રાજ્યમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ સંપૂર્ણ અમલી બન્યા બાદ તમામ હોસ્પિટલોને ઉપલબ્ધ બેડ, હોસ્પિટલ, ક્લિનિક લેબોરેટરીમાં ફરજ બજાવતા સ્ટાફ,તબીબની ડિગ્રી સહિતની માહિતી ઉપલબ્ધ કરાવવી પડશે જેને પગલે હાલમાં અનેક નાની-મોટી હોસ્પિટલમાં આઇસીયુ સહિતના વિભાગમાં ફરજ બજાવતા ટ્રેઈન્ડ સ્ટાફને બદલે ડિગ્રી વાળા સ્ટાફની જરૂરત પડશે.

તાલુકા લેવલે આવેલ ક્લિનિકોની નોંધણી નહિવત

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ હાલમાં 9,655 જેટલી જ હોસ્પિટલ અને તબીબી સહિતની સંસ્થાઓની નોંધણી થઇ છે ત્યારે મોટાભાગના જિલ્લામાં આવેલ નાની-મોટી હોસ્પિટલની હાલ નોંધણી થઇ છે. પરંતુ તાલુકા કક્ષાએ આવેલ નાના-મોટા ક્લિનિક અને સર્ટીફાઇડ સ્ટાફ વગર ચાલતી લેબોરેટરી, એકસ-રે સેન્ટરોની હજુ નોંધણી જ થઇ ન હોવાનું સામે આવ્યું છે. આ સંજોગોમાં હવે આરોગ્ય વિભાગ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

Share Article

Other Articles

Previous

ચેતજો! રાજકોટમાં કેરટેકરે 2 મહિના નોકરી કર્યા બાદ પ્રેમી સાથે મળી વૃદ્ધાના મકાનમાંથી કરી લાખો રૂપિયાની ચોરી

Next

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાના નામે છ લોકો સાથે 10.95 લાખની છેતરપિંડી,જાણો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કોંગ્રેસ-આપનો આક્ષેપ સરકાર કરે છે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
ઇન્ટરનેશનલ
4 સપ્તાહs પહેલા
‘સાહેબ’ની ચેમ્બર બહાર વેઈટિંગમાં બેઠેલા કોર્પોરેટરો હવે કહેવા લાગ્યા, અમારા ઉપર ‘દાઝ’ નીકળતી હોય એવું લાગે છે! વાંચો કાનાફૂસી
ગુજરાત
3 મહિના પહેલા
કલેકટરનો ઐતિહાસિક ચુકાદો TRP ગેમઝોનમાં શરતભંગ સબબ 26.21 લાખનો દંડ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર