નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ પાત્રતા ધરાવતા પરિવારો માટે ૬૭૫ કરોડની જોગવાઈ
અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહક બાબતના વિભાગ માટે સરકારે ૨૭૧૧ કરોડની જોગવાઈ સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજ્યના ૭૨ લાખ પરિવારોને ચાર વર્ષમાં ૬૮ લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવ્યું છે જેમાં કેન્દ્ર સરકારે વધુ પાંચ વર્ષનો વધારો કર્યો છે. આ વિભાગ માટે સરકારે ૨૭૧૧ કરોડની જોગવાઈ કરી છે. ખાસ કરીને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતાં ૭૨ લાખ પરિવારોને આવકરી લઈ અનાજ પૂરું પાડવા માટે ૬૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અન્ય શું શું જોગવાઈ
- રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ-ચણાના વિતરણ માટે ૭૬૭ કરોડ
- ૩૮ લાખથી વધુ લાભાર્થીને બે વર્ષ સુધી વિનામૂલ્યે ગેસ સિલીન્ડર રિફિલિંગ
- નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભાર્થી પરિવારને રાહતદરે તેલ આપવા ૧૬૦ કરોડ
- આર્યન-આયોડિનયુક્ત મીઠાના વિતરણ માટે ૫૧ કરોડ
- બાજરી-જુવાર-રાગીનું વાવેતર કરતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂા.૩૦૦નું બોનસ
- નાગરિક પૂરવઠા નિગમના ગોડાઉન બાંધકામ સહિત માટે ૨૫ કરોડ