ગોઝારો શુક્રવાર !! મોડાસા અને હાંસોટ પાસે બે ગમખ્વાર કાર અકસ્માતમાં 7 લોકોના નિપજ્યાં મોત
રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માતમાં કૂલ 7 લોકોના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માત શુક્રવારે વહેલી સવારે અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર હાંસોટ નજીક બન્યો હતો જેમાં ભાવનગરથી સુરત જઈ રહેલા પરિવારની કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તીને ઈજા પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે આજે શુક્રવારે વહેલી સવારે ભાવનગરનો પરિવાર કાર લઈને સુરત જઈ રહ્યો હતો. કાર અંકલેશ્વર સ્ટેટ હાઈવે પર હાંસોટ નજીક પહોંચી ત્યારે કાર ડ્રાઈવને ઝોકું આવી જતાં સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમવાતા કાર રોડ પાસેના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો.
બીજો અકસ્માત અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગડાદર નજીક થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. નડિયાદનો આ પરિવાર શ્યામળાજીથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલા, બે પુરૂષ અને એક બાળકનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં કાર નેશનલ હાઈવે પુલ પરથી લગભગ 35 ફુચ નીચે પટકાઈ હતી.