રાજકોટ, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અનેક લોકો ભોગ બન્યાઃ પહેલા સ્લોવાકિયા
(યુરોપ), બાદમાં લિથુઆનિયા અને પછી રશિયા મોકલવાના બહાના કાઢી પૈસા પડાવ્યે રાખ્યા
રાજકોટ, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 55 લોકોને વિદેશમાં વર્ક પરમીટ અપાવી દેવાના નામે કેરળ તેમજ બેંગ્લોરના ગઠિયાઓ દ્વારા 2.68 કરોડની છેતરપિંડી આચરવામાં આવ્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઈ હતી.
આ અંગે 150 ફૂટ રિંગરોડ પર ધ વન વર્લ્ડમાં કે.એમ.ઈમિગે્રશન ક્નસલ્ટન્ટ નામે ઓફિસ ધરાવતા મિત્તલબેન વિનયકુમાર સુરજીવાળાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ 2024થી વર્ક પરમીટ (વિઝા)નું કામકાજ કરી રહ્યા છે. અહીંથી તેઓ રેફરન્સમાં હોય તેવી કંપની કે જેમની પાસે ભારત સરકાર દ્વારા વર્ક પરમીટ અંગેનું લાયસન્સ આપવામાં આવ્યું હોય તેની પાસેથી ગ્રાહકોને વિઝા અપાવવાનું કામ કરે છે. દરમિયાન અગાઉ તેમણે બેંગ્લુરુની આર્મફ્લાય પ્રા.લિ. કંપનીના ડાયરેક્ટર મોહમ્મદ ઉવૈશ સાથે વર્ક પરમીટ અંગેનું કામકાજ કર્યું હોય પરિચયમાં હતા.
દરમિયાન 27-4-2024ના આર્મફ્લાય પ્રા.લિ. કંપનીમાંથી આયશા નામની યુવતીએ ઈ-મેઈલ મારફતે જણાવ્યું હતું કે સ્લોવાકિયા દેશ (યૂરોપ)માં આવેલા વેરહાઉસમાં ડ્રાયફ્રૂટ પેકિંગ માટેનું કામ હોય ઈચ્છુક ઉમેદવારોને મોકલવા કહ્યું હતું. એક ઉમેદવાર દીઠ 4.20 લાખ અને ત્રણ મહિનામાં વિઝા અપાવી દેવાની વાત કરી 100 જેટલા ઉમેદવારના નામ આપવા જણાવ્યું હતું. વિશ્વાસ રાખી મિત્તલબેને 60 ઉમેદવારોને મોકલવા માટેનુંનક્કી કરી તમામના દસ્તાવેજ આપ્યા હતા. આ પછી મોહમ્મદ ઉવૈશ દ્વારા અવનવા કીમિયા અખત્યાર કરી 1.80 કરોડ રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા. જ્યારે 888 લાખ રૂપિયા મોહમ્મદ ઉવૈશ અને તેની સાથે આવેલી વ્યક્તિને રોકડ સ્વરૂપે રાજકોટમાં જ આપ્યા હતા.
પૈસા આપ્યાને ઘણો સમય વીતી જવા છતાં વિઝાનું કામ પૂર્ણ ન થતાં મોહમ્મદ ઉવૈશનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે એમ કહ્યું હતું કે સ્લોવાકિયાના વિઝા મળી શકેતેમ નથી. જો કે 45 દિવસમાં લુથીઆનીયા દેશ માટેનું ટીઆરસી કાર્ડ કરી આપશે અન્યથા 60 દિવસમાં તમામ રકમ પરત કરશે તેવો વાયદો કર્યો હતો. જો કે ત્યાંના વિઝા પણ થઈ ન શકતા ફરી ઉવૈશે રશિયાના વિઝા એક સપ્તાહમાં કરી આપવાનું બહાનું કાઢ્યું હતું.
150 ફૂટ રિંગરોડ પરઆવેલી કે.એમ. ઇમિગે્રશનસાથે કર્ણાટક-કેરળનાગઠિયાઓનું કારસ્તાન
