રાજકોટ એરપોર્ટ પરથી દર મહિને 5 થી 8 ડોગ અને કેટ કરે છે હવાઈ સફર, જાણો શું છે પેટ્સને ફલાઈટમાં લઇ જવા માટેના નિયમો
હવે ફલાઈટમાં ફક્ત લોકોનો જ અવાજ નહિ પણ ભોં… ભોં… કે મ્યાઉં.. મ્યાઉં..નો અવાજ પણ પેસેન્જર્સને સાંભળવા મળે છે,રાજકોટ એરપોર્ટ પરથી “પેટસ”એનિમલની આકાશી સફર વધી રહી છે.દર મહિને 5 થી 8 જેટલાં ડોગ અને કેટ તેમના માલિકો સાથે ફલાઈટની મુસાફરીનો આનંદ માણે છે.
રાજકોટથી જતાં કે આવતાં પેસેન્જરો તેમની સાથે પાલતુ ડોગ અને બિલાડી સાથે લઈને ટ્રાવેલિંગ કરે છે.એરઇન્ડિયા એરલાઇન વિમાનમાં પેસેન્જરોની સાથે પેટ્સ લઈ જવાની સુવિધા આપે છે.આ પેટ્સ ને ટ્રાવેલિંગ કરાવતાં પૂર્વે તેના નિયમોનું પાલન સાથે સાવચેતીથી જતનપૂર્વક ટ્રાવેલિંગ કરાવવું પડે છે.આ પપ્પી કે કેટ પેસેન્જર તેમની સીટ નીચે બેસાડી શકે છે.બિઝનેસ કે પ્રીમિયમ કલાસ આ પેટ્સને લઈ જઈ શકાતા નથી,માત્ર ઇકોનોમી કલાસમાં મુસાફરી કરી શકે છે.
હીરાસર એરપોર્ટ પરથી ફલાઈટમાં ટ્રાવેલ કરનાર કેટ કે ડોગનું સ્કેનિંગ થાય છે.7 કિલો સુધીનું વજન ધરાવતાં પ્રાણીઓ જ પેસેન્જર સાથે ફલાઈટમાં જઈ શકે છે.જેના માટે તેમનાં માલિકોને 1500 થી 2000 જેટલું ભાડું,683 રૂ.હેન્ડલિંગ ચાર્જ ચૂકવવાનો હોય છે.
આ પણ વાંચો :દેશની 23 IIT માં મળશે પ્લેટફોર્મ: રાજકોટ સહિત રાજયભરનાં વિદ્યાર્થીઓ માટે AI,મશીન લર્નિંગ સહિત 400 ઓનલાઈન કોર્સની તક
આ બાબતે મળતી જાણકારી પ્રમાણે અમદાવાદ બાદ રાજકોટ એરપોર્ટ પરથી પાલતું ડોગ અને કેટની મુસાફરી વધી છે.મહિને 8 જેટલાં ડોગ કે કેટ ટ્રાવેલિંગ કરે છે. એનિમલ લવર્સ પોતાનાં કેટ અને ડોગને કાર્ગોમાં મોકલવાને બદલે હવે સાથે ફરવા લઈ જઈ રહ્યા છે તો વિદેશથી આવતાં ટુરિસ્ટો અહીથી બિલાડી (સફેદ બિલાડી) લઈને જાય છે.રાજકોટ એરપોર્ટ પરથી પેટ્સ સૌથી વધુ દિલ્હી અને મુંબઈની ફલાઈટનો આનંદ માણે છે.
આ પણ વાંચો :VIDEO : મુંબઈ-રાજકોટની ફલાઇટનાં પાયલોટ મોડા આવ્યાં,3 કલાક મોડી ઉડાનથી હોબાળો, મુસાફરો થયા હેરાન
રાજકોટનાં જુના એરપોર્ટ પર કાર્ગો સેવા ચાલુ હતી ત્યારે કાર્ગો મારફતે કેટ,પપ્પી,પોપટ,વિદેશી જાતિનાં બર્ડ્સ મોટા પ્રમાણમાં આવતાં, એરઇન્ડિયા એરલાઇન્સ દ્વારા બર્ડ્સ અને ડોગ,કેટ માટે એરકાર્ગોની સુવિધા હતી,જેમાં એર કેજ,ટેમ્પરેચર કંટ્રોલ અને સુરક્ષિત હેન્ડલિંગની વ્યવસ્થા રાખવી પડે છે.
પેટ્સને ફલાઈટમાં લઇ જવા માટેના નિયમો
- ડોગ કે કેટનું વજન 7 કિલો સુધીનું હોવું જોઈએ
- પેટ્સને 72 કલાકની અંદર વેકિસન આપ્યાનું ડોક્ટરનું સર્ટિફિકેટ ફરજિયાત
- ડોગ અને કેટ્સનાં મોઢા પર ફરજિયાત માસ્ક બાંધવું પડે છે
- પેટસનું વજન 7 કિલોથી વધુ હોય તો તેને કાર્ગોમાં લોડ કરાય છે
- આ ઉપરાંત પાંજરા માટેની સાઈઝ નક્કી કરે છે જેમાં 18×18×12 કરતાં મોટું પાંજરું ન હોવું જોઈએ.
