કુદરતના કહેર વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા ગુજરાતના 47 સિનિયર સીટીઝન સુરક્ષિત : સોનપ્રયાગ જવા રવાના
ઉત્તર ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી પરિસ્થતિ વણસી છે. જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરાખંડ સહિતની જગ્યાઑ વાદળ ફટવાની પણ ઘટનામાં સામે આવી હતી તો પંજાબ અને રાજસ્થાનમાં પૂરે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે ભારે વરસાદને કારણે ગુજરાતના 47 યાત્રાળુઓ પણ ફસાયા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે ગૌરીકુંડમાં ફસાયેલા 47 ગુજરાતી શ્રદ્ધાળુ સોનપ્રયાગ રવાના થયા છે.
રસ્તાઓ ધોવાઈ ગયા હોવાથી યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા
કેદારનાથથી પરત આવતી વેળાએ ભારે વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હોવાથી યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા જેમાં રાજકોટ, મોરબી અને જામનગરના 47 સિનિયર સીટીઝનનો સમાવેશ થાય છે. આ સિનિયર સીટીઝન ગૌરીકુંડ નજીક ફસાયા હતા ત્યારે આ બાબતે રાજકોટ કલેકટર તંત્રએ સ્ટેટ ડિઝાસ્ટરને જાણ કરી હતી ત્યારે હાલ જાણવા મળી રહ્યું છે કે કુદરતી આફત વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા 47 ગુજરાતી શ્રદ્ધાળુ સોનપ્રયાગ રવાના થયા છે.
ઉતરરખંડ-જમ્મુ કાશ્મીર સહિતના વિવિધ રાજ્યોમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાતના યાત્રાળુઓ ફસાયા હતા તેઓનું ગ્રૂપ કેદારનાથ દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ભારે વરસાદ કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેના કારણે તેઓ આગળ વધી શક્યા નહોતા. ત્યારે આ બાબતે રાજકોટના કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી આવતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો :રાજકોટ TRP અગ્નિકાંડ : સાગઠિયાને જામીન મળ્યાપણ જેલમાંથી મુક્તિ નહીં મળે,જાણો સાગઠિયાએ શું દલીલ કરી, કેસમાં અત્યાર સુધી શું થયું?
હાલમાં તમામ 47 યાત્રાળુઓ સલામત
ભારે વરસાદના કારણે ઉત્તરખંડની પરિસ્થિતિ વણસી હતી ત્યારે આ ઘટનાથી યાત્રાળુઓના પરિવારોમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ તમામ સુરક્ષિત હોવાના સમાચાર મળતાં તેમને રાહત થઈ છે. હાલમાં તમામ 47 યાત્રાળુઓ સલામત છે અને તેમને ગૌરીકુંડ નજીકની એક હોટલમાં રોકવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા તેમને ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.