Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટ્રેન્ડિંગરાજકોટ

46.2 ડિગ્રી ! રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડયો

Tue, April 29 2025

સવારે 8.30 કલાકે 30 ડિગ્રી : બપોરે 2.30 કલાકે 45.4 ડિગ્રી અને બપોરે 3 વાગ્યે 46.2 ડિગ્રી

2004માં 45.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું : બે દાયકા બાદ એપ્રિલ મહિનામાં પારો 46 ડિગ્રીને પાર થયો

રાજકોટ : ઓણસાલ ઉનાળામાં ગરમીએ ભુક્કા કાઢ્યા છે. એપ્રિલ મહિનામાં તો સૂરજદેવતા કોપાયમાન થયા હોય તેમ અગનવર્ષા વરસાવતા આકરા તાપમાં કાળામાથાનો માનવી તો ઠીક પશુપંખીઓ પણ અકળાઈ ઉઠયા છે. સોમવારે રાજકોટમાં રેકોર્ડબ્રેક 46.2 ડિગ્રી નોંધાતા બપોરના સમયે જનજીવન થંભી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.નોંધનીય છે કે, તા.28 એપ્રિલે રાજકોટમાં નોંધાયેલ 46.2 ડિગ્રી ગરમીએ 21 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લે તા.05-05-2024ના રોજ રાજકોટમાં 45.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. મહત્વનું છે કે, આગામી બે દિવસમાં ગરમીમાં ઘટાડો થશે અને પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાન નીચે ઉતરી 40 ડિગ્રી નજીક રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનો ગરમા ગરમ રહ્યો છે ત્યારે 28 એપ્રિલે ગરમીએ છેલ્લા 21 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે સોમવાર અને મંગળવાર માટે હીટવેવનું યલો એલર્ટ આપ્યું છે ત્યારે સોમવારે સમગ્ર રાજ્યમાં રાજકોટ 46.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજકોટમાં સોમવારે સવારે 8.30 કલાકે લઘુતમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું અને બપોરે 2.30 કલાકે મહત્તમ તાપમાનનો પારો 45,4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. બાદમાં 3.30 કલાકે ગરમી ચરમસીમાએ પહોંચતા મહત્તમ તાપમાનનો પારો વધીને 46.2 ડિગ્રીએ સ્થિર થયા બાદ 5.30 કલાકે મહત્તમ તાપમાન ઘટીને 43.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં અમરેલીમાં 44.1, અમદાવાદમાં 44, ગાંધીનગરમાં 43.2, ભાવનગર અને ભુજમાં 42.2, ડીસામાં 41.6, વડોદરામાં 40.6, કંડલામાં 38.4, નલિયામાં 37.4, પોરબંદરમાં 35.2 અને સુરતમાં 33.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી બે દિવસમાં ગરમીમાં રાહતના સંકેત આપતા જણાવ્યું હતું કે, બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ દિવસ ઘટશે અને ત્યાર બાદ ઉતરોતર પારો ઘટતો જશે જે આગામી પાંચ દિવસ બાદ રાજકોટમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચતા ગરમીમાં રાહત મળશે. જો કે, હજુ આજે પણ હવામાન વિભાગે હીટવેવનું યલો એલર્ટ આપ્યું છે. મહત્વનું છે કે, રાજકોટમાં સોમવારે 46.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા સરેરાશ તાપમાનથી 5 ડિગ્રી વધુ રહ્યું હોવાનું હવામાન વિભાગે ઉમેર્યું હતું.

1. તા.1 એપ્રિલ –   42.2 ડિગ્રી

2. તા.2 એપ્રિલ –   42.1 ડિગ્રી

3. તા.3 એપ્રિલ –   42.7 ડિગ્રી

4. તા.4 એપ્રિલ –   42.9 ડિગ્રી

5. તા.5 એપ્રિલ –   43.2 ડિગ્રી

6. તા.6 એપ્રિલ –   43.9 ડિગ્રી

7. તા.7 એપ્રિલ –   44.2 ડિગ્રી

8. તા.8 એપ્રિલ –   44.0 ડિગ્રી

9. તા.9 એપ્રિલ –    45.2 ડિગ્રી

10. તા.10એપ્રિલ –  43.0 ડિગ્રી

11. તા.11 એપ્રિલ –  40.3 ડિગ્રી

12. તા.12 એપ્રિલ –  42.3 ડિગ્રી

13. તા.13 એપ્રિલ –  42.7 ડિગ્રી

14. તા.14 એપ્રિલ –  42.2 ડિગ્રી

15. તા.15 એપ્રિલ –  42.8 ડિગ્રી

16. તા.16 એપ્રિલ –  43.3 ડિગ્રી

17. તા.17એપ્રિલ –   42.9 ડિગ્રી

18. તા.18 એપ્રિલ –  42.8 ડિગ્રી

19. તા.19 એપ્રિલ –  41.2 ડિગ્રી

20. તા.20 એપ્રિલ –  41.7 ડિગ્રી

21. તા.21 એપ્રિલ –  42.0 ડિગ્રી

22. તા.22 એપ્રિલ –  43.0 ડિગ્રી

23. તા.23 એપ્રિલ –  43.5 ડિગ્રી

24. તા.24 એપ્રિલ –  42.2 ડિગ્રી

25. તા.25 એપ્રિલ –  43.0 ડિગ્રી

26. તા.26 એપ્રિલ –  43.9 ડિગ્રી

27. તા.27 એપ્રિલ –  44.4 ડિગ્રી

28. તા.28 એપ્રિલ –  46.2 ડિગ્રી

રાજકોટમાં 47.9 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ

રાજકોટમાં ભુતકાળમાં વર્ષ 1907 અને 1977માં 47.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હોવાનો રેકોર્ડ છે. જો કે, ત્યાર બાદ છેલ્લા 21 વર્ષમાં મહત્તમ તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર થયો નથી છેલ્લે વર્ષ 2004માં મહત્તમ તાપમાન 45.8 ડિગ્રી નોંધાયું હતું.

તા.02-05-1907        47.9 ડિગ્રી

તા.13-05-1977        47.9 ડિગ્રી

તા.30-04-2002        45.1 ડિગ્રી

તા.03-05-2002        45.0 ડિગ્રી

તા.05-05-2004        45.8 ડિગ્રી

તા.09-04-2025        45.2 ડિગ્રી

Share Article

Other Articles

Previous

અખાત્રીજે “શુકનવંતી” સુવર્ણ ખરીદી: આ વર્ષે ટ્રેન્ડ બદલાયો, 14 અને 18 કેરેટની જવેલરીની ડિમાન્ડ

Next

રાજકોટ જિલ્લામાં આઠ સિંહોનો વેકેશન વસવાટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
14 કલાક પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
14 કલાક પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
15 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
15 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

દેશના કેટલા રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદની થઈ આગાહી ? વાંચો
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
સોખડામાં ૨૫,૦૦૦ વૃક્ષો લહેરાશે: ઘનઘોર ‘વન’ બનશે
રાજકોટ
5 મહિના પહેલા
રાજકોટ જિલ્લાના 42 હજાર ગરીબોનું રૂપિયા 120 કરોડના ખર્ચે થશે કલ્યાણ
રાજકોટ
9 મહિના પહેલા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી શું મળ્યો ઝટકો ? કયા કેસમાં અરજી ફગાવી ? જુઓ
ટ્રેન્ડિંગ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર