અમદાવાદના બોપલમાં 30 વર્ષીય યુવતી સાથે ગેંગરેપ, પાંચ શખ્સોની ધકપકડ
અમદાવાદના બોપલના વેન્યૂ સફાલિયા એપાર્ટમેન્ટમાં ગઈ રાત્રે ગેંગરેપ અને લૂંટની ઘટના બની હતી. ઘાટલોડીયા અને બોપલ વિસ્તારમાં સિક્યોરિટીમાં ફરજ બજાવતા પાંચ જેટલા શખ્સોએ વેન્યૂ સફાલીયા એપાર્ટમેન્ટમાં ડોરબેલ બજાવી અને ફ્લેટમાં ઘૂસી જઈ અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓ બોપલ અને ઘાટલોડિયામાં સિક્યોરિટીમાં નોકરી કરતા હતા અને બોપલના સિક્યોરિટીને ખબર હતી કે આ યુવતી ફ્લેટમાં રાત્રે એકલી છે અને એકલી યુવતીની જોઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે, ફ્લેટમાં આરોપીઓ ગેંગરેપ કરી અને લૂંટ ચલાવી, એટીએમ કાર્ડ લઈને ભાગી ગયા હતા. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોડી રાત્રે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી અને બનાસકાંઠા એલસીબી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
પાલનપુર LCBને બાતમી મળી હતી કે, 5 આરોપીઓ ઘટનાને અંજામ અમદાવાદથી પંજાબ તરફ ખાનગી વાહનમાં જઈ રહ્યા છે. જેને લઈને પાલનપુર એલસીબી પોલીસે એરોમાં સર્કલ ઉપર વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે ખાનગી લક્ઝરી બસને રોકાવીને તપાસ કરતા તેમાં રાજસ્થાન તરફ આરોપીઓ બસમાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે પાલનપુર એરોમાં સર્કલ પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ પાંચ આરોપીઓને લક્ઝરી બસમાંથી જ ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લઈ જવાયા હતા. જ્યાં પોલીસે આરોપીઓ પાસેથી લૂંટ કરેલા એટીએમમાંથી 40 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. તેમાંથી પોલીસે 33 હજાર રોકડ કબજે કર્યા હતા. તો પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન, એક લેપટોપ, એટીએમ તેમજ મહિલાને બંધક બનાવી હતી એ ફ્લેટની ચાવી પણ કબજે કરી હતી. હવે અમદાવાદના બોપલમાં ઘટના બની છે એટલે આ આરોપીઓનો કબજો અમદાવાદ પોલીસને સોંપવામાં આવશે.
ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને બનાસકાંઠા ગ્રામ્ય પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ચારેય શખ્સોને ઝડપી પાડ્યા છે. ચારેય શખ્સોએ લક્ઝરી મારફતે ફરાર થઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બોપલ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીઓના નામ
- અમૃતપાલ સિંઘ ઉર્ફે ગોબી નિર્મલસિંઘ જીલ 34 અમૃતસર, પંજાબ
- સુખવિંદર સિંઘ ઉર્ફે આકાશ જગજીતસિંઘ શીખ, પંજાબ
- મનજીતસિંઘ ઉર્ફે અજય જગજીતસિંઘ શીખ, પંજાબ
- રાહુલસિંઘ વિનોદ સિંહ બંસીવાલ, ઉત્તર પ્રદેશ
- હરિઓમ ઉર્ફે લાલજી કોમલસિંઘ જયસિંઘ ઠાકોર, મધ્ય પ્રદેશ