ઇન્કમટેક્સ રિટર્ન અને ટેક્સ ઓડિટ વચ્ચે 30 દિવસનો ગેપ જરૂરી: CBDTને હાઇકોર્ટની ટકોર
ITR અને ટેક્સ ઓડિટ વચ્ચે એક મહિનાનો ગેપ જરૂરી છે. હવે આવકવેરા રિટર્ન (ITR) ઓડિટ તારીખ અને ટેક્સ ઓડિટ તારીખ વચ્ચે એક મહિનાનો ગેપ જાળવવો ફરજિયાત છે તેમ હાઇકોર્ટે સીબીડીટીને ટકોર કરી છે.
હાલમાં સીબીડીટીએ ઓડિટ રિપોર્ટની તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર કરી આપી છે.આ જ તારીખએ ઓડિટ રિટર્ન કરવાની અંતિમ મુદત છે.આથી હાઇકોર્ટે સૂચન કર્યું છે કે બંને વચ્ચે 30 દિવસનો સમય હોવો જોઈએ.આથી અમે આ જરૂરિયાતને અમલમાં મૂકવા અને જરૂરી સૂચનાઓ જારી કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ને નિર્દેશ આપીએ છીએ.
આ પણ વાંચો :રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના વાળ ખેંચવાનો મામલો : દોષિતો સામે પોક્સો હેઠળ કાર્યવાહી કરવા માંગણી
આ સુનાવણી નોંધપાત્ર હતી, અને ચુકાદો પણ એટલો જ મહત્વપૂર્ણ છે. પ્રિસાઇડિંગ જજ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ઓડિટ કેસોના કિસ્સામાં ટૂંક સમયમાં ITR તારીખ એક મહિના માટે લંબાવી શકાય છે.જો કે આ અંગે હવે જાહેરાત થઈ શકશે.
