ગોંડલમાં રિનોવેશન દરમિયાન મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા : પત્નીનું મોત, પતિ અને માતા હોસ્પિટલમાં દાખલ
ગોંડલમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરની સહજાનંદ નગર ગરબી ચોક પાસે આજે સવારે 7 વાગ્યે રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં પતિ-પત્ની અને વૃદ્ઘ માતા દટાયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાવમા પત્નીનું મોત નીપજ્યું છે જ્યારે પતિ અને માતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ગરબી ચોક પાસે મકાનનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન બે માળનું મકાન અચાનક ધરાશાયી થઇ જતાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા છે. જેમાં એક પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનામાં ઉષાબેન વરઘાણી નામના 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે.
સવારે 7 કલાકે બની ઘટના
ગોંડલ નાં સહજાનંદનગર નગર માં ગરબીચોક થી આગળ કાટખુણા પર આવેલુ બે માળનું મકાન સવારે સાત કલાકે ધડાકાભેર ધરાશઇ થતા મકાન માં સુતેલા સુનિલભાઇ વરધાની તેના માતા નીતાબેન તથા પત્નિ ઉષાબેન મલબા નીચે દબાઇ જવા પામ્યા હતા.બનાવ ની જાણ યસગૃપ નાં દશરથસિહ જાડેજાએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.બનાવ નાં પગલે ધારાસભ્ય પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, નગરપાલિકા નાં સદસ્ય ગૌતમભાઇ સિંધવ, જીતુભાઇ આચાર્ય, ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા જીતુભાઇ પંડ્યા સહિત દોડી જઇ જેસીબી, ક્રેઇન એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી મકાન નાં મલબા માંથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.

સુનિલભાઇ રેલ્વેસ્ટેશન ચોકમાં પાનની કેબીન ચલાવે છે.
જાણવા મુજબ મકાન નું રિનોવેશન ચાલી રહ્યુ હતુ.તે દરમિયાન મકાન જમીનદોસ્ત બન્યુ હતુ. ત્યારે જેસીબી,ક્રેન સહિત સાધનો દ્વારા કાટમાળ ખસેડી દબાઇ ગયેલા પરીવાર ને બહાર કાઢવા ઓપરેશન હાથ ધરાયુ છે.
રેસ્ક્યુ ઓપરેશનમાં 2 મહિલાને બહાર કાઢવમાં આવી
બે માળનું મકાન ધરાશાયી થતાં સુનિલભાઈ વરધાણી અને તેમના પત્ની ઉષાબેન વરધાણી, માતા મિતાબેન વરધાણી કાટમાળ નીચે દબાયા હતા. નગરપાલિકા ફાયર વિભાગના 20 થી વધુ સ્ટાફ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મકાનનો કાટમાળ ધરાશાયી થતા માતા નીતાબેન વારધાણી કાટમાળ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ સુનિલભાઈના પત્ની ઉષાબેન ને કાટમાળ નીચે દબાય જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હજુ પણ મકાન માલીક સુનિલભાઈ વારધાણી ધરાશાયી મકાનના કાટમાળ નીચે દબાયા હોય નગરપાલિકા ફાયર ટિમ દ્વારા બહાર કાઢવાની કટર, ક્રેન, જેસીબી ની મદદથી બહાર કાઢવા પ્રયત્ન હાથ ધરાયા. મકાન ધરાશાયી ઘટના સ્થળે બી ડિવિઝન પી.આઈ જે.પી. ગોસાઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચ્યો હતો. મોટી સંખ્યામાં આસપાસની સોસાયટીના લોકો એકઠા થયા હતા.