Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના 29 શખસોએ વાંકાનેરના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી : જમીન વેચાણ માટે 7/12 કઢાવવા ગયા તો…!

Tue, August 5 2025


રાજકોટની ભાગોળે અમરગઢ-ભીચરી ગામે આવેલી વાંકાનેરના મુસ્લિમ વૃદ્ધાની કરોડો રૂપિયાની કિંમતની જમીનમાં ભળતાં નામે વારસાઈ એન્ટ્રી કરાવી લઈ રાજકોટના 29 શખસોના નામે ચડાવી લીધા બાદ આ જમીનના ઉતરોતર વેચાણ-વ્યવહાર પણ કરી નાખવામાં આવ્યા હતા. જો કે કે સવા વર્ષ પહેલાં આ જમીન વેચવા માટે વૃદ્ધાના પરિવારજનો 7/12 અને 8-અના દાખલા મેળવવા ગયા ત્યારે તેઓના પિતાજીની માલિકીની જમીન અન્યોના નામે ચડી ગઈ હોવાનું સામે આવતા વૃદ્ધા અને તેમના પરિવારજના હોશકોશ ઉડી ગયા હતા. સમગ્ર મામલે પ્ર.નગર પોલીસ મથકમાં ભળતા નામે વારસાઈ નોંધ કરાવી લેનાર રાજકોટ-ગોંડલના 29 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજકોટ તાલુકાના ખેરડી ગામના વતની અને હાલ વાંકાનેર મીલ પ્લોટ ખાતે રહેતા જુબેદાબેન હાસમભાઈ લીંગડિયા (ઉ.વ.79) નામના વૃદ્ધાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પિતા હાસમભાઈ જીવાભાઈ લીંગડિયાની જમીન રાજકોટ તાલુકાના અમરગઢ-ભીચરી ગામે આવેલી છે. જૂના રેવન્યુ સર્વેનંબર 87, નવા સર્વેનંબર 177 પૈકી તથા સર્વેનંબર 177 પૈકી 2 જે ખેતરનું નામ ‘લોંઘણચોરા’’ તરીકે ઓળખાય છે અને અંદાજે 11 એકરથી વધુ જમીન પર તેમના પિતા હાસમભાઈ જીવાભાઈ લીંગડિયા ખેતી કરતા હતા.

આ પણ વાંચો : VIDEO : ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યું : તણખલાંની જેમ તણાયાં અનેક ઘરો,4 લોકોના મોત, 50 લોકો લાપતા

દરમિયાન છેલ્લા 40 વર્ષથી હાસમભાઈ જીવાભાઈ જમાભાઈ ઘાંચી વાંકાનેર રહેવા જતા રહ્યા હતા અને બાદમાં આ જમીનની  દેખરેખ તેમના પુત્રી જુબેદાબેન, તેમના નાનાભાઈ અલારખાભાઈ અને જુસબભાઈ રાખતા હતા જેમાં તા.28-12-1997ના રોજ હાસમભાઈ જીવાભાઈ જમાભાઈ લીંગડિયાનું વાંકાનેર ખાતે અવસાન થયું હતું અને બાદમાં વર્ષ 2020માં અલારખાભાઈ અને જુસબભાઈનું પણ અવસાન થતા ખેતીની સમગ્ર જમીનની દેખરેખ જુબેદાબેન તથા અલારખાભાઈનો પુત્ર રહીમ કરતો હતો.

અંદાજે સવા વર્ષ પહેલાં જુબેદાબેન અને તેમના પરિવારજનોએ આ જમીન વેચવાનું નક્કી કરી 7/12ના દાખલા કઢાવવા જતા આ જમીન હિતેશ પ્રેમજી સેલિયા તેમજ અનિલ વિઠ્ઠલભાઈ ખુંટના નામે થઈ ગઈ હોવાનું 7/12માં જોવા મળતા જુબેદાબેનના ભત્રીજા રહીમભાઈ અલારખાભાઈએ તપાસ કરતા ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. જેમાં જુબેદાબેનના પિતા હાસમભાઈ જીવાભાઈ જમાભાઈ ઘાંચીના બદલે હાસમભાઈ જીવાભાઈ ગીગાભાઈ ધાડાના વારસદાર હવિબેન હાસમભાઈ ધાડા (રહે.રાજકોટ) તેમજ જીલુબેન ઓસમાણભાઈ ધાડા (રહે.ડૈયા ગામ, તા.ગોંડલ) વગેરે 29 લોકોના નામે ગેરકાયદેસર રીતે ભળતા નામે વારસાઈ નોંધ કરાવી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : યુવતીને પ્રેમલગ્ન ભારે પડયા : રાજકોટમાં પુત્રવધૂ પર નજર બગાડી સસરાએ તેના બેડરૂમમાં કેમેરા ફિટ કરાવ્યા ! પતિ સહિત 4 સામે ફરિયાદ

ઉલ્લેખનીય છે કે બાદમાં જીલુબેન ઓસમાણભાઈ ધાડા સિવાયના 28 વ્યક્તિઓએ પોતાની વારસાઈ નોંધ ખોટી રીતે મંજૂર કરાવ્યા બાદ બાકીના અન્ય 28 વ્યક્તિઓએ પોતાનો હક્ક જતો કરી ફારગતિ દસ્તાવેજ કરાવ્યો હતો અને બાદમાં જીલુબેન ઓસમાણભાઈ ધાડાએ વર્ષ-2017માં અનિલ વિઠ્ઠલભાઈ ખુંટ તેમજ દલસુખ પ્રાગજીભાઈ ચોથાણીના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. ત્યારપછી અનિલ વિઠ્ઠલ ખુંટે તેઓનો અવિભાજ્ય હિસ્સો હિતેશ પ્રેમજીભાઈ સેલિયાના નામે વર્ષ-2018માં કરી આપ્યો હતો અને દલસુખ પ્રાગજીભાઈ ચોથાણીએ પોતાનો અવિભાજ્ય હિસ્સો અનિલ વિઠ્ઠલભાઈ ખુંટના નામે 29-10-2018ના રોજ કરી આપ્યો હતો.

ત્યારબાદ આ જમીન અનિલ વિઠ્ઠલભાઈ ખુંટ તેમજ હિતેશ સેલિયાએ આયુષ કમલેશભાઈ રામાણીને વર્ષ-2023માં વેચાણ કરી આપી હતી જેની સામે લેન્ડ રિવિઝન કેસમાં મનાઈ હુકમ ફરમાવેલો હોય આ જમીન રેવન્યુ રેકર્ડમાં આયુષ કમલેશભાઈ રામાણીના નામે ચડી નથી જેથી હાસમભાઈ જીવાભાઈ ધાડાના વારસદારોએ સોગંદનામું અને પેઢીનામું કરી જુબેદાબેનના પિતાજી એટલે કે હાસમભાઈ જીવાભાઈ જમાભાઈ લીંગડિયાની જમીનમાં ગેરકાયદેસર વારસદાર હોવાનું જણાવી નોંધ કરાવી લઈ ઉતરોતર ફારગતિ અને વેચાણ દસ્તાવેજ કરી ગુનાહિત કાવતરું રચી કરોડો રૂપિયાની જમીન હડપ કરી લેતા ગુનો નોંધાયો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં DCPનું નિયમના નામે જક્કી વલણ? પોલીસની આસ્થાને ઠેસ, ભારે કચવાટ! જાણો શું છે સમગ્ર મામલો

Next

VIDEO : ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યું : તણખલાંની જેમ તણાયાં અનેક ઘરો,4 લોકોના મોત, 50 લોકો લાપતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
18 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
18 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ખેલ મહાકુંભની તૈયારીને લઈ અધિકારીઓનો ઉધડો લેતા કલેકટર
રાજકોટ
1 વર્ષ પહેલા
ગોંડલમાં પ્રાચીન પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત સુકામેવાની દ્વાદર્શ જ્યોતિર્લિંગની ઝાંખી તૈયાર કરવામાં આવી..જુઓ વિડિયો..
રાજકોટ
2 વર્ષ પહેલા
શિયાળામાં ફ્લાઈટ મોડી થશે તો યાત્રીઓની સુવિધાનું રખાશે ધ્યાન : નાસ્તા-પાણી, ભોજનની વ્યવસ્થા કરવા એરલાઈન્સને આદેશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુંદાવાડીમાં શ્રીજી નીલકંઠ ફૂડમાં ધોવાના સોડાથી ફરસાણ તૈયાર થતું હતું !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર