રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 11,520 ફલાઈટમાં 25 વાર પક્ષીઓની ‘ટક્કર’: આ વર્ષે બગલાં દેખાયાં, જાણો બર્ડહિટ ક્યારે થાય છે?
વરસાદની મોસમ શરૂ થતાં રાજકોટ સહિત રાજ્યના એરપોર્ટ પર પક્ષીઓની અવરજવર વધતાં “બર્ડહિટ”ની ઘટનાઓને અટકાવવા અગમચેતીનાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ વર્ષમાં સપ્ટેમ્બર 2023થી ડિસેમ્બર 2024 સુધીમાં 11,520 જેટલી ફલાઈટની ઉડાનમાં 25 જેટલી બર્ડહિટની ઘટના બની છે. એવિએશનનાં પેરામીટર અનુસાર કોઈ પણ એરપોર્ટ પર 10,000 જેટલી ફલાઇટની ઉડાન વચ્ચે 25 બર્ડહિટની ઘટના સામાન્ય ગણાય છે.જો એનાંથી વધુ બર્ડહિટ થાય તો ગંભીર ગણી શકાય.

અમદાવાદમાં એક વરસમાં 80 જેટલી બર્ડહિટની ઘટનાઓ નોંધાય છે.જ્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જ્યારે શરૂ થયું, 10 સપ્ટેમ્બર 2023 થી હિરાસર ખાતે એરપોર્ટનું સ્થળાંતર થયા બાદ શરૂઆતના તબક્કામાં એક મહિનામાં સૌથી વધારે બર્ડ હીટની ઘટના નોંધાઈ હતી. ત્યારબાદ ધીમે ધીમે રાજકોટ એરપોર્ટ પર બર્ડહિટનું પ્રમાણ ઘટ્યું છે. 2 વર્ષમાં 25 જેટલી જ વખત બર્ડહિટ થયા છે. એરપોર્ટનાં અધિકારીએ કહ્યું હતું કે,હીરાસર એરપોર્ટ પર વરસાદને લીધે ઘાસ ઉગતું હોવાથી કીડા માટે સવારનાં સમયમાં જ પક્ષીઓ જોવા મળે છે.હમણાં થોડા દિવસથી બગલા દેખાયા હતાં, વરસાદ પછી લીલા ઘાસ પર ટીડીઓ કનાના જીવજંતુ જોવા મળતા હોવાથી પક્ષીઓ આવે છે. આથી બર્ડહિટનાં ખતરાને લઈને એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા તાબડતોબ પગલાં લઈ દવાઓનો છંટકાવ, ચેઝર્સ દ્વારા ફટાકડા ફોડવા,ઝોન ગન કે લેઝર ડિવાઈસ, બાયો એકાઉસ્ટિક સહિતની ગતિવિધિ વધારી દેવામાં આવી છે.આ ઉપરાંત ઘાસ કપાઈ જતા હવે કીડાનું પ્રમાણ પણ ઘટ્યું છે.
આ પણ વાંચો : રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક : મહિલા વકીલ સામે આ મામલે નોંધાયો ગુનો
ફલાઇટ ટેકઓફ થઈ ને મૃત પક્ષી મળી આવ્યું…!!!
તાજેતરમાં રાજકોટ એરપોર્ટ પર એક એવો કિસ્સો બન્યો હતો જેના કારણે તંત્રનાં ધબકારા વધી ગયા હતા. જેમાં પ્લેન ટેકઓફ થઈ ગયાં બાદ એપ્રેન પર પક્ષી વિમાન સાથે અથડાઈને નીચે પડ્યું હશે.જે ગ્રાઉન્ડ સ્ટાફે જોતાં તુરંત જ એ.ટી.સી.ને જાણ કરતાં કન્ટ્રોલરે પાયલોટને આ બાબતની જાણ કરી કોઈ ટેકિન્કલ ઇસ્યુ નથી ને એની વિગતો લીધી હતી.જો કે આ અંગે કોઈ મેજર ઇસ્યુ ન સામે આવતા અને ફલાઇટ પણ સલામત રીતે મુંબઈ પહોંચી ગઈ હતી. ત્યારબાદ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં એક રાતમાં 3 મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ પકડાઇ : 33 ગુના ધરાવતા 3 સહિત 4 લોકોને પોલીસે દબોચ્યા
બર્ડહિટ ક્યારે થાય છે..?
ટેકઓફ સમયે,લેન્ડિગ સમયે કે લો એલ્ટીટ્યુડ પર ફલાઇટ દરમિયાન જેમ કે સામાન્ય રીતે 3000 ફૂટ કરતાં ઓછી ઉંચાઈએ પક્ષી એન્જીનમાં ઘુસી જાય તો એન્જીન બંધ પડી શકે છે.દર વર્ષે 1500 થી વધુ બર્ડહિટની ઘટનાઓ ડી જી સી એ પાસે રજીસ્ટર થાય છે.
બર્ડહિટ થયું હોય તો કેમ જાણ થાય?
પાયલોટને ટકરવાની ક્ષણે એન્જીન,વીંગ કે નોઝ પાસે ઘડાકો સંભળાય, ક્યારેક વિમાન હચમચી શકે, એન્જીનના અવાજમાં ફેરફાર, ઘણી વખત એલાર્મ વાગે,લેન્ડિગ કે ટેકઓફ બાદ વિઝ્યુઅલ ઇન્સ્પેકશન તો ઘણા કિસ્સામાં બ્લેડ કે ફેન વળી જાય છે.આ સનજોગોમાં ક્યારેક તો ફલાઇટ કેન્સલ કરી દેવી પડે છે.
