એરપોર્ટમાં નોકરી આપવાની લાલચે 200 યુવક-યુવતીઓ સાથે છેતરપિંડી: ટ્રેનિંગ સેન્ટર વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત
રાજ્યમાં છેતરપિંડીની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે રાજકોટમાં પણ વધુ એક ઘટના છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં એરપોર્ટમાં નોકરીના નામે 200 યુવાન યુવતીઓ પાસેથી પૈસા પડાવી લીધા અને એરપોર્ટના બદલે હોટલમાં નોકરી અપાવતા ભોગ બનનારઓમાં રોષની લાગણી ફેલાઈ હતી ત્યારે આજે ફરિયાદીઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને લેખિત ફરિયાદ કરી હતી.

શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં યુવાઓની કારકિર્દી સાથે ખિલવાડ કરવાની ઘટના સામે આવી છે જેમાં કેકેવી ચોકમાં આવેલ ફ્રેન્કલિન ઇન્સ્ટિટયૂટ ઓફ એર હોસ્ટેસ ટ્રેનિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. એક સાથે 200 યુવાન-યુવતીઑ પાસેથી એરપોર્ટમાં નોકરી અપાવવાના નામે પૈસા પડાવ્યા બાદ કોઈ હોટલમાં નોકરી અપાવી દેતા ભોગ બનેલા યુવાન, યુવતિઓએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ભોગ બનનાર જણાવ્યું હતું કે કેકેકવી હોલ પાસે આવેલી સંસ્થા ઘણા સમયથી વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ખીલવાડ કરે છે. કોઈ વિદ્યાર્થી સાથે અન્યાયન ન થાય તે જોવા કાર્યવાહી કરવા માંગણી છે. દરેક વિદ્યાર્થી પોતાના સપના સાકાર કરવા ઇચ્છતા હોઈ તેને લાલચ આપી ફી વસુલી આવી સંસ્થા ફોડ કરતી હોઈ તેની સામે કડક કાર્યવાહી કરવા અમારી માંગ છે.
આ પણ વાંચો : ભારત ઉપર ફૂટશે ટ્રમ્પનો ટેરીફ બોમ્બ ? : અન્ય દેશો ઉપર 10% બેઝલાઇન ટેરીફ લગાવશે અમેરિકાના રાષ્ટ્રપતિ
એક લાખ કે તેથી વધુની ફી ભરીને તાલીમ લેતાં
ભોગ બનેલા છાત્રોએ કહ્યું હતું કે દોઢ બે વર્ષથી અહિ છાત્રો એક લાખ કે તેથી વધુની ફી ભરીને તાલીમ લેતાં હતાં. શિવરાજભાઈ ઝાલા આ ફ્રેન્કલિન નામની સંસ્થાના સંચાલક છે. અમને છ મહિના અને અગિયાર મહિના એમ બે કોર્ષની તાલિમ અપાતી હતી. અમને એવુ કહેવાયુ હતું કે તાલિમ પુરી થયે તમને એરપોર્ટમાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે અથવા કેબીન કુ મેમ્બર તરીકે નોકરી મળશે ત્યારે એરપોર્ટની જગ્યાએ કોઈ હોટલમાં 12-15 હજારની નોકરી અપાવી દેતા હાલ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને
