રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર ટ્રેલર પલટી જતા 2 લોકોના મોત : ફાયર બ્રિગેડે ત્રણનું રેસ્ક્યૂ કરી સારવારમાં ખસેડ્યાં
રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પર ગઇકાલે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાત્રિના ટ્રેલર પલટી ખાઈ જતા બે વ્યક્તિનું દબાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્રણને વ્યક્તિને ઈજા થઈ હતી. જાણવા મળ્યા મુજબ આજે રાત્રિના સમયે 150 ફૂટ રીંગ રોડ પરથી હિટાચી મશીન લઈને ટોરસ જઈ રહ્યું હતું એ દરમિયાન કોરાટ ચોક નજીક પહોંચતા અચાનક ટોરસ પલટી ખાઈ ગયું હતું. ત્યારે કન્ટેનરમાં સવાર ડ્રાઇવર અને ક્લીનરનો બચાવ થયો છે.
આ પણ વાંચો :ICCને દબાવવાનો પાક.નો ‘ખેલ’ નિષ્ફળ : UAE સામે રમવું જ પડ્યું, સુપર 4માં પહોંચ્યું પાકિસ્તાન,મેચ રેફરી તરીકે પૉયક્રોફ્ટ જ રહ્યા
મળતી વિગતો અનુસાર 17 સપ્ટેમ્બરની સાંજે 7:17 વાગ્યે રમેશભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો કે સેકન્ડ 150 ફૂટ રિંગ રોડ કોરાટ ચોકડી પાસે એક કન્ટેનર પલટી મારી ગયું છે ટોરસની અંદર પાંચ વ્યક્તિ બેઠા હતા જેમાં ત્રણ ફંગો રહીને દૂર પડ્યા હતા જ્યારે બે વ્યક્તિ ટોરસની નીચે દબાઈ ગયા હતા બંનેનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક વ્યક્તિને સામાન્ય રજા થઈ હતી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :ભારત કોઈ પરમાણુ હુમલાની ધમકીથી ડરતુ નથી : વડાપ્રધાન મોદીએ જન્મદિને મધ્યપ્રદેશ સંબોધી જંગી જનસભા
અકસ્માતના પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ધટાયેલા બે વ્યક્તિમાંથી એક તો મૃતદેહ બહાર નીકળ્યો હતો બીજા નો મૃતદેહ બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ તેમજ અન્ય સાધનોની મદદ લેવાઈ હતી. અકસ્માતને લઈને ટ્રાફિક જામ થઈ ગયો હતો થોડીવાર વાહન વ્યવહારને ડાયવર્ટ કરવો પડ્યો હતો.
કન્ટેનર અંદર બોર કરવાનું ભારે મશીન લઈ જતું હતું. ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર સામેથી પુરપાટ ઝડપે આવતા ફોરવહીલને કારણે કન્ટેનર પલટી મારી ગયું હતું. કન્ટેનરમાં ડ્રાઇવર અને ક્લીનરને બચાવ્યા બાદ અંદરથી બચાવો બચાવોના અવાજ આવતા હતા.ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ સ્થળે દોડી ગઈ હતી. 2 ક્રેન, 3 JCBની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
