ટ્રાવેલ સેકટરમાં 125 કરોડની ‘દિવાળી’: વિયતેનામ-બાલી ફેવરિટ ડેસ્ટિનેશન! કાશ્મીર,હિમાચલ-ઉત્તરાખંડ માટે પ્રવાસીઓની સંખ્યા ઘટી
રાજકોટવાસીઓ માટે દિવાળીનું વેકેશન એટલે દેશ અને દુનિયામાં ફરવું.મહિનાઓ અગાઉથી વેકેશન માટેનાં પેકેજ બુક થઈ જતાં હોય છે.ખાસ કરીને કોરોનાની મહામારી બાદ રાજકોટવાસીઓની મન મૂકી રૂપિયા ખર્ચીને દુનિયા ફરી લેવાની માનસિકતા થઈ છે.આ વર્ષે કુદરતી આફતોને લીધે ટ્રાવેલ પ્લાન બદલાયા છે.
ગત વર્ષની દિવાળી કરતાં આ વખતની દિવાળીનાં પેકેજમાં 30થી 35 ટકાનો ઘટાડો આવ્યો હોવાનું ટાફીનાં ચેરમન દિલીપ મસરાણીએ જણાવ્યું હતું.છેલ્લા 3 વર્ષની દિવાળીની સિઝન પિક પર હતી જેની તુલનામાં આ વખતે ટ્રેન્ડમાં બદલાવની સાથે ટ્રાફિક પણ ઘટ્યો છે.જેનું મુખ્ય કારણ દર્શાવતા દિલીપભાઈ એ કહ્યું હતું કે,ફરવાનાં શોખીનો હવે દિવાળી અને સમર વેકેશન માટે રાહ જોતા નથી એક સાથે 4-5 દિવસથી રજા મળે એટલે ટ્રાવેલ પેકેજના પ્લાન બનાવી નાંખે છે.
છેલ્લા બે વર્ષમાં થાઈલેંડ,મોરેશિયસ, વિયેતનામ, શ્રીલંકા, સિંગાપોર,બાલી,દુબઇ માટેની ઇન્ટરનેશનલ ટ્રીપ વધી છે તો આ દિવાળીમાં વિયતેનામ,બાલી, દુબઈ માટેના એરફેરમાં 4 ગણો ભાવ વધારો થયો છે તો જયારે ડોમેસ્ટિક ફલાઇટ્સમાં પણ ભાવ ઊંચકાયા હોવાને પગલે પેકેજમાં 30 ટકા જેવો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો :ઘીના ઠામમાં ઘી: લાંબી ચર્ચાને અંતે NDAમાં બેઠકોની વહેંચણી ફાઈનલ,રીસામણા-મનામણા બાદ બધાની બાજી ગોઠવાઇ ગઇ
દર દિવાળી વેકેશનમાં ડોમેસ્ટિકમાં નોર્થ ઇસ્ટ સેકટરમાં ફૂલ ટ્રાફિક થતો જેમાં દાર્જલિંગ, સિક્કિમ,ગેંગટોક માટે ઇન્કવાયરી છે પણ પુરની પરિસ્થિતિને પગલે નોર્થ ઇસ્ટ ફરવા જતા લોકો ડરી રહ્યા છે.આ ઉપરાંત જાણીતા ટ્રાવેલ ડેસ્ટિનેશનમાં હિમાચલ પ્રદેશ,ઉત્તરાખન્ડ,કાશ્મીર માટે પ્રવાસીઓની સંખ્યા ઘટી છે.રાજકોટમાંથી આ વર્ષે 20,000 જેટલા લોકો ફરવા જશે.જેમાં 15 થી 17,000 લોકો ડોમેસ્ટિક અને 2 થી 5000 લોકો ઇન્ટરનેશનલ ટ્રીપ કરશે.ગત વર્ષે દિવાળીએ ટ્રાવેલ સેકટરમાં 150 થી 175 કરોડનું ટર્ન ઓવર હતું,જ્યારે આ દિવાળી વેકેશનમાં ટ્રાફિકમાં ઘટાડો થતા 125 કરોડ જેટલું ટર્નઓવર થવાની શકયતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો :બોટાદના હડદડમાં ખેડૂતો વિફર્યા, પોલીસ પર પથ્થરમારોઃ જીપ ઉંધી વાળી દઈ તોડફોડ, સ્થિતિ કાબૂમાં લેવા ટીયરગેસના સેલ છોડાયા
આ વર્ષે તુર્કી,બાકુ અને અઝરબૈજાન માટે ટ્રાફિક ઘટ્યો
ભારત અને પાક વચ્ચે તણાવમાં અઝરબૈજાનએ પાકને સમર્થન આપતાં ભારતીય પ્રવાસીઓએ આ સેકટરમાં જવાનું ઘટાડી વિરોધ વ્યકત કર્યો છે.જેની સામે થાઈલેન્ડ,વિયેતનામ, શ્રીલંકા જેવા દેશો હાલ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.વિયતેનામ માટે અમદાવાદથી રોજની બે ફલાઇટ અને સીધું કનેકશન હોવાથી ટુરિસ્ટોને સીધી સુવિધા મળે છે.
રાજસ્થાનની રોનક અને મધ્યપ્રદેશ તરફ પ્રવાસીઓની સંખ્યા વધશે
દર વર્ષની જેમ દિવાળી વખતે રાજસ્થાનમાં ફુલગુલાબી ઠંડી ને પગલે અને સેલ્ફ ડ્રાઇવ કરીને જઈ શકાતું હોય પ્રવાસીઓ માટે રાજસ્થાનમાં જયપુર,જોધપુર,ઉદેપુર, જેસલમેર હોટ ફેવરિટ રહ્યા છે.આ ઉપરાંત રાજકોટ અને અમદાવાદથી બેંગ્લોરની સીધી ફલાઈટની સુવિધા હોવાથી અને ટીકીટ પણ સસ્તી હોવાથી આ સેકટરમાં ભીડ જોવા મળશે.
