૫ ઓગસ્ટ સુધી ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી.
IMDના અધિકારી દ્વારા આજ થી ૦૫ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી રાજ્યમાં ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા રાહત કમિશનરએ જણાવ્યું હતું.
રાહત કમિશનર દ્વારા રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, SSNNL, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.