- શિયાળાની ઋતુમાં ટુ વ્હીલર વાહનો ઘણીવાર મુશ્કેલી ઉભી કરે છે. ક્યારેક ઠંડીના કારણે બાઇકનું એન્જિન જામી જાય છે. તેથી ઘણી વખત બાઇકને જાતે જ સ્ટાર્ટ કરવું મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં ટુ વ્હીલર વાહનો (બાઈક કેર ટિપ્સ)ની ખાસ કાળજી લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. શિયાળામાં બાઈકની કાર્યક્ષમતા પર અસર પડે છે. પરંતુ તમે અમુક ટિપ્સ અપનાવી 30 ટકા સુધી એવરેજ વધારી શકો છો.
- બાઇકની એવરેજ
શિયાળાની ઋતુ આવી રહી છે. આ ઋતુ આવવાથી બાઇકની એવરેજ ઘટી શકે છે. કેમ કે ઠંડા હવામાનમાં એન્જિન ગરમ થવામાં વધુ સમય લાગે છે. જેથી શિયાળા પહેલા તમે કેટલીક ટિપ્સ અપનાવી તમારા બાઇકની 30% એવરેજ વધારી શકો છો. - એન્જિન ઓઇલ
શિયાળામાં એન્જિન ઓઇલની ક્વોલિટી ખૂબ જ મહત્વની હોય છે. જૂનું અથવા ગંદુ એન્જિન ઓઇલ મોટરના પાર્ટ્સ વચ્ચે ઘર્ષણ વધારી શકે છે અને એન્જિનની કાર્યક્ષમતા ઘટાડી શકે છે. શિયાળામાં પાતળું એન્જિન ઓઇલ પસંદ કરો, જે એન્જિનને ઝડપથી ગરમ કરે છે. - એર ફિલ્ટર
ગંદા એર ફિલ્ટરને લીધે એરની યોગ્ય માત્રા એન્જિન સુધી પહોંચી શકતી નથી, જેના કારણે ફ્યુઅલ સંપૂર્ણ રીતે બળતું નથી. જેથી એર ફિલ્ટરને સાફ કરો અથવા બદલાવો. ચોખ્ખું એર ફિલ્ટર બાઇકને સારી એવરેજ આપે છે અને એન્જિન પર ઓછું દબાણ પણ ઊભું કરે છે. - સ્પાર્ક પ્લગ તપાસો
જો સ્પાર્ક પ્લગ યોગ્ય રીતે કામ ન કરે તો ફ્યુઅલ સંપૂર્ણપણે બળતું નથી. તેનાથી એવરેજ ઘટી શકે છે. જો સ્પાર્ક પ્લગ ગંદો અથવા જૂનો હોય તો તેને સાફ અથવા બદલી દેવો જોઈએ. - ટાયરનું પ્રેશર
શિયાળામાં ટાયરનું પ્રેશર ઘટી શકે છે, જે એન્જિન પર વધુ પ્રેશર ઊભું કરે છે અને ફ્યુઅલનો વપરાશ વધારે છે. ટાયરનું યોગ્ય પ્રેશર જાળવી રાખવાથી રેસિસ્ટેન્સ ઘટે છે, જે એવરેજમાં સુધારો કરે છે. - ચેન સાફ કરો અને લુબ્રિકેટ કરો
જ્યારે ચેન પર ધૂળ અને ગંદકી જામી જાય છે ત્યારે એન્જિનને વધુ મહેનત કરવી પડે છે, જેનાથી એવરેજ પર અસર પડે છે. તેથી ચેનને નિયમિતપણે સાફ અને લ્યુબ્રિકેટ કરવી જોઈએ. લ્યુબ્રિકેટેડ ચેઇન એન્જિન પાવરને યોગ્ય રીતે ટ્રાન્સફર કરે છે, જેથી એવરેજ વધે છે. - કાર્બોરેટર સેટિંગ્સ
જો બાઇકમાં કાર્બોરેટર હોય તો શિયાળામાં તેને યોગ્ય રીતે ટ્યુન કરવું જોઇએ. આ ફ્યુઅલ અને હવાના લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે, જે એવરેજ વધારી શકે છે. - બાઇકને ગરમ કરો
શિયાળામાં બાઇક શરૂ કર્યા બાદ તેને થોડીવાર ચાલુ રહેવા દો જેથી એન્જિન ગરમ થઈ શકે છે. તેનાથી ફ્યુઅલનો ઓછો વપરાશ થાય છે. - ફ્યુઅલ ટેન્કની સફાઈ
ફ્યુઅલ ટેન્કમાં ગંદકી હોય તો ફ્યુઅલ ફિલ્ટરમાં પ્રવેશી શકે છે અને એન્જિનની કાર્યક્ષમતાને અસર કરી શકે છે. આથી શિયાળા પહેલા ફ્યુઅલ ટેન્કને સાફ કરો