શામળાજી નજીક રોંગ સાઇડમાં જતી ખાનગી બસે સર્જાયો અકસ્માત, કાર સાથે અથડાતા 4 યુવકના મોત
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માત ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર શામળાજી રોડ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ચાર ગુજરાતી યુવાનોનાં મોત થયાં હતા.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અરવલ્લીના ડુંગરપુરના વીંછીવાડાથી શામળાજી વચ્ચે રોંગ સાઇડમાં આવતી ખાનગી બસે કારને ટ્કકર મારતા 4 યુવકના મોત નિપજ્યાં હતા. અકસ્માત ઉદેપુર-અમદાવાદ હાઇવે પર શામળાજીથી 6 કિલોમીટર દૂર સર્જાયો હતો. રોંગ સાઈડ જતી કાર ખાનગી ટ્રાવેલ્સ સાથે ટકરાઈ હતી.અકસ્માતમાં ગેડ,વેણપૂર,ખારી,પાંડરવાડા ગામના ચાર યુવકે જિંદગી ગુમાવી હતી. અન્ય એક ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ વીંછીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. યુવાનોને કારમાંથી બહાર કાઢવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતાં. મૃતક યુવાનો ચારેય યુવાનો અરવલ્લી જિલ્લાના રહેવાસી હોવાનું પ્રાથમિક જાણકારી મળી છે. એકાદ કલાકે કારમાંથી લાશ અને ગંભીર યુવાનને બહાર નિકાળી શકાયો હતો.