વોઈસ ઓફ ડેની ઉંચી ઉડાન : અમદાવાદમાં VOD VIBESનું ધમાકેદાર લોન્ચિંગ
રાજકોટથી પ્રસિધ્ધ થતાં વોઈસ ઓફ ડે મોર્નિંગ ડેઈલી અખબારે ટૂંકાગાળામાં ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી છે અને તેનું ડીજીટલ પ્લેટફોર્મ પણ આકાશને આંબી રહ્યું છે.હવે વોઈસ ઓફ ડેએ ઉંચી ઉડાન ભરી છે અને અમદાવાદના મીડિયા જગતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.
અમદાવાદના સેટેલાઈટ એરિયામાં સ્ટાર બઝારની બાજુમાં આવેલા ઇસ્કોન એમ્પોરીયો મોલમાં વોઈસ ઓફ ડે મીડિયાએ પોતાનું New Age Digital Media Platform VOD VIBESનું ધમાકેદાર લોન્ચિંગ કર્યું છે. વોઈસ ઓફ ડેના મેનેજિંગ ડીરેક્ટર કૃણાલભાઈ મણિયાર અને ડીરેક્ટર મીરાબેન મણિયારના હસ્તે આ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
VOD VIBES Digital Media પોતાના નવા અને ફ્રેશ કોન્સેપ્ટ અને કોન્ટેન્ટ સાથે Netizens ને કઈક નવું આપવા જઈ રહ્યું છે.
VOD VIBES ડીજીટલ મીડયા પ્લેટફોર્મમાં તમને ન્યુઝ સિવાય ટ્રાવેલ પ્લેસીસ, યુનિક ફૂડ પ્લેસીસ, ટેમ્પલ, આર્ટ, પોડકાસ્ટ, સેલેબ્રીટીસ ઈન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટરીની સાથે Infotainment વિડીયો ઉપરાંત ઘણું બધું જોવા મળશે. VOD VIBES ડીજીટલ મીડયા પ્લેટફોર્મનો ઉદેશ્ય ગુજરાત તેમજ ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓને ઘરે બેઠાં ગુજરાત, તેમજ દેશ અને દુનિયાની રસપ્રદ માહિતી નવા અને ફ્રેશ અંદાજમાં તમારી પોતાની ગુજરાતી ભાષામાં આપવી એવો છે.
VOD VIBES એ ગુજરાતનું પહેલું એવું Digital Media Platform છે કે, જ્યાં તમને ન્યુઝ સિવાયનું તમને ગમતું અને તમારી જ આજુબાજુનું કન્ટેન્ટ જોવા મળશે અને જો ન્યુઝ જોવા મળશે તો એ પણ ખુબ જ અલગ અંદાજમાં જોવા મળશે. અને બસ એટલા માટે જ VOD VIBES ની ટેગ લાઈન છે “Join us in Discovering the world around you”.