રાહુલ ગાંધીની સજા સામે સુપ્રીમનો ‘સ્ટે’
મોદી સરનેમ માનહાની કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાને જબરી રાહત
► રાહુલને સ્ટે મળતા કોંગ્રેસમાં ઉત્સવનું વાતાવરણ: સોનિયાના નિવાસ કોંગ્રેસ વડામથકે કાર્યકર્તા-નેતાઓ ઉમટયા: મીઠાઈ વહેચાઈ: ફટાકડા ફુટયા
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ મુખ્યમંત્રી રાહુલ ગાંધીને એક મોટી રાહત આપતા મોદી સરનેમ માનહાની કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતની ટ્રાયલ કોર્ટ દ્વારા રાહુલને ફટકારેલી બે વર્ષની સજા સામે ‘સ્ટે’ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે તેમના ચુકાદાના નિરીક્ષણમાં ટ્રાયલ કોર્ટ અને તેની સામે અપીલમાં ગુજરાત હાઈકોર્ટ સજાને યથાવત રાખતા જે કારણો આવ્યા હતા તેની સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા અને એક સરળ પ્રશ્નમાં પુછયું હતું કે રાહુલ ગાંધીને શા માટે સજા અપાઈ તે જ પ્રશ્ન છે
તથા આ કાનૂન હેઠળ ચુંટાયેલા સભ્ય ગેરલાયક ઠરે તેથી 2 વર્ષની સજા આ માટે આપવામાં આવી તે અમો જાણવા માંગીએ છીએ. સજા ન મળે અને 11 મહિનાની પણ આપી શકાતી હતી. સર્વોચ્ચ અદાલતે સાથોસાથ રાહુલ ગાંધીને પણ સલાહ આપતા કહ્યું કે ભાષણ કરતા સમયે સાવધાની રાખવી જોઈએ અને આશા છે કે હવેથી તેઓ તે ધ્યાન રાખશો. રાહુલ ગાંધીએ સુરતની ટ્રાયલ કોર્ટ મોદી સરનેમ માનહાની કેસમાં રાહુલ ગાંધીને ફોજદારી માનહાની કેસમાં દોષીત જાહેર કરીને 2 વર્ષની જેલ સજા ફટકારી હતી
► ટ્રાયલકોર્ટથી ગુજરાત હાઈકોર્ટના સજા તથા બહાલીના ચુકાદા સામે પ્રશ્નો ઉભા કરતી ત્રણ જજોની ખંડપીઠ: શા માટે બે વર્ષની સજા તે અમો સમજવા માંગીએ છીએ: 1 વર્ષ 11 માસની સજા પણ આપી શકાતી હોત: અત્યંત મહત્વનું નિરીક્ષણ
અને સુરતની જીલ્લા અદાલતે અને ગુજરાત હાઈકોર્ટે પણ તે બહાલ રાખી હતી. જેની સામે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી.આર.ગવઈ, પી.એસ.નરસિમ્હા અને સંજયકુમારની ખંડપીઠે ગુજરાત હાઈકોર્ટ જે 2 વર્ષની જેલ સજાનો ચુકાદો આપ્યો હતો તેની સામે ‘સ્ટે’ આપ્યો છે. હવે રાહુલ ગાંધીએ આ સજા રદ કરવા માટે જે અપીલ કરી છે તેના પર ભવિષ્યમાં સુનાવણી થશે પણ 2 વર્ષની જેલ સજાના પગલે તેમનું લોકસભાનું સભ્યપદ જે રદ કરાયું હતું
તે પરત મળશે તેમનું લોકસભાનું સભ્યપદ પણ બહાલ થશે. આજે સુપ્રીમ કોર્ટમાં લગભગ 3 કલાક રાહુલ ગાંધીના ધારાશાસ્ત્રી તથા ફરિયાદી પુર્ણેશ મોદીના ધારાશાસ્ત્રીએ દલીલ કરી હતી અને બાદમાં સજા સામે ‘સ્ટે’ આપતા જ કોંગ્રેસમાં ઉત્સાહ જેવું વાતાવરણ સર્જાઈ ગયુ હતું તથા સોનિયા ગાંધીના નિવાસ જયાં હાલ રાહુલ ગાંધી રહે છે ત્યાં હજારો કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને મીઠાઈઓ વહેચી હતી તથા ફટાકડા ફુટયા હતા તો કોંગ્રેસ વડામથકે પણ ઉત્સવનું વાતાવરણ હતું.