આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવા આદેશ: મતદાનના ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી પંચની સુચના હેઠળ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ શર્માએ ૧૫ જેટલા જાહેરનામાં પ્રસિદ્ધ કરી તેનો ચુસ્ત અમલ કરવા આદેશ કર્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠક રાજકોટ મહાનગરપાલિકાની ૭૨ બેઠક રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતની ૨૦૨ બેઠક અને ગોંડલ નગરપાલિકાની ૪૪ બેઠકની સત્તાવાર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ અને વાતાવરણમાં મતદાન થાય તે માટે આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર અલગ અલગ પંદર જેટલા જાહેરમાં બહાર પાડ્યા છે જેમાં મતદાન પહેલા ૪૮ કલાકે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે અને સાથોસાથ જાહેર સભા કે ચૂંટણી પ્રચારની મનાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત સર્કિટ હાઉસ સરકારી ગેસ્ટ હાઉસ પંચાયતના વિશ્રામ ગૃહ નો રાજકીય પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમજ ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ મતદાન પહેલા બહારથી આવેલા રાજકીય આગેવાનોએ જે તે મત વિસ્તાર છોડી જતા રહેવા પણ હુકમ કરવામાં આવ્યો છે
જો કોઈ રાજકીય આગેવાન હેડ ક્વાર્ટરમાં રોકાવા માગતા હોય તો તેની ચૂંટણી પંચને જાણ કરવાની રહેશે મતદાન કે મત ગણતરી કેન્દ્રમાં હથિયાર સેલ્યુલર ફોન વાયરલેસ સેટ કે કોડૅલેસ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને અખબારના ફોટોગ્રાફર મંજૂરી વગર મતદાન કેન્દ્ર કે મત ગણતરી કેન્દ્ર પર પ્રવેશ કરી શકશે નહીં આ ઉપરાંત મત ગણતરી કેન્દ્ર પાસે ચાર વ્યક્તિને એકઠા થવા પણ મનાઈ ફરમાવવામાં આવી છે તેમજ મતદાન કેન્દ્ર પર સ્ત્રી અને પુરૂષોની અલગ અલગ લાઈન કરવા સૂચના આપવામાં આવી છે.
મતદાન કેન્દ્રથી ૨૦૦ મીટર દૂર કોઈ પણ રાજકીય પક્ષ પોતાના મંડપ બાંધી શકશે અને ટેબલ તેમજ બે ખુરશી રાખી શકશે આ ઉપરાંત જાહેર કે ખાનગી મિલકત પર માલિકોની પરવાનગી વગર ચૂંટણી લક્ષી પ્રચાર સાહિત્ય સૂત્રો તે ચૂંટણી ચિન્હ લગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત ચૂંટણી અધિકારીની મંજૂરી વગર લાઉડ સ્પીકર નો ઉપયોગ કરવા પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ જ વાહનોમાં પણ લાઉડ સ્પીકર લગાડી ચૂંટણી પ્રચાર કરવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી લેવી પડશે.
કલેકટર બહાર પાડેલા જાહેરનામાં રાજકોટ જિલ્લામાં હથિયાર ધરાવતા પરવાનેદારો જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ જે તે પોલીસ સ્ટેશનમાં પોતા હથિયાર જમા કરવાના રહેશે અને ચૂંટણી પૂર્ણ થાય બાદ પરવાનેદારોને તેમના હથિયાર પરત કરવાના રહેશે.
ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન મુશ્કેલી જનક ભાષણ કે બલ્કમાં મેસેજ કરવા પણ પ્રતિબંધ મૂક્યો છે તેમજ ખોટી અફવા ફેલાવનારો સામે પણ કડક કાર્યવાહી કરવા ખાસ આદેશ કરવામાં આવ્યો છે.
આજથી ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ઉપાડવાની અને સ્વીકારવાની કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારો પોતાના ચાર ટેકેદારો સિવાય ચૂંટણી અધિકારી સમક્ષ ત્રણથી વધુ વાહન લઇને જઈ શકશે નહીં તેમજ ઢોલ નગારા સાથે સરઘસ કાઢવાની પણ મનાઈ કરવામાં આવી છે કોઈપણ ઉમેદવાર રજીસ્ટર થયેલા વાહનોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે અને તેની ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે.
આ ઉપરાંત ચુંટણી ને લગતા સાહિત્ય ચોપાનિયા પ્રકાશિત કરનાર કોઈપણ ઉમેદવાર કે રાજકીય પક્ષને
મુદ્રક અને પ્રકાશનું નામ સરનામું લખવાનું ફરજિયાત
રહેશે. મુદ્રક પ્રકાશનનું નામ વગરના સાહિત્ય લગાવનાર રાજકીય પક્ષથી ઉમેદવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
મતદાન અને મત ગણતરીના દિવસે વાઇન શોપ બંધ રહેશે
તારીખ ૨૬ એપ્રિલના રોજ યોજનાર મતદાન અને ૨૮ એપ્રિલના રોજ યોજનાર મત ગણતરીના દિવસે કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલા તમામ વાઇન શોપ બંધ રાખવાનો હૂકમ કરવામાં આવ્યો છે મતદાન અને મતગણતરીના દિવસે રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રોકડની હેરફેર અટકાવવા રાજકોટ જિલ્લામા સ્પેશિયલ ટીમ કાર્યરત
રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં રોકાણી હેરફેર અટકાવવા માટે દ્વારા શહેર અને જિલ્લામાં અલગ અલગ સ્થળે નાકાબંધી કરવા આદેશ આપ્યો છે અને રોકડની હેરફેર અટકાવવા માટે વાહનોની અવરજવર પર બાજનજર રાખી સઘન ચેકીંગ કરવા માટે અલગ સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે.
ચૂંટણી પંચના આદેશથી જિલ્લા કલેક્ટરે અલગ અલગ ૧૫ જેટલા જાહેરનામા પ્રસિદ્ધ કર્યા
