Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજકોટની ૧૫૦ વર્ષ જૂની ઝનાના હોસ્પિટલનું નવ અવતરણ…

Fri, August 4 2023
      બાળકના જન્મ સાથેના પ્રથમ રુદન અને માતાના સ્નેહાળ સ્પર્શના મિલનનો સાક્ષી બનતો રાજકોટ સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ ટૂંક સમયમાં જુના ઝનાના હોસ્પિટલ કેમ્પસ ખાતેના નવનિર્મિત બિલ્ડિંગમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની પ્રસૂતાઓ અને નજાવત બાળકોને એક છત્ર નીચે સંપૂર્ણ સારવાર સાથેના ‘’મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ''  વિંગની કામગીરી પૂર્ણતાને આરે છે. 
        સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતાની વિભાવનાને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સંનિષ્ઠ પ્રયાસોથી રાજકોટમાં કોર્પોરેટ સ્ટાઈલમાં ગ્રાઉન્ડ પ્લસ ૧૧ માળની ગુજરાતની સૌથી ઊંચી એમ.સી.એચ. હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ પામશે. 
        સૌરાષ્ટ્ર કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટે હોસ્પિટલમાં ૫૦૦ બેડ ઉપરાંત વધારાના ૨૦૦ બેડની સુવિધા સાથે કુલ ૭૦૦ બેડની સુવિધા, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર એન.આઈ.સી.યુ., ડી.ઈ.આઈ.સી., એન.આર.સી. પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધા આ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવાઈ છે.  
        અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે,રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષે ૮ હજાર થી વધુ ડીલિવરી કરવામાં આવી રહી છે, જેમાં નોર્મલ ડીલેવરી માટે આ હોસ્પિટલ વિવિધ તકનીક સાથેનું રોલ મોડેલ બની રહેશે. અહીં મોડ્યુલર ૮ ઓપરેશન થીએટર, સ્ત્રી રોગની સારવાર, સુપર સ્પેશિયાલિટીઝ ડોક્ટર્સની ટીમ સાથે ઝીરો રેફરલ પોલિસી અપનાવાશે. પી.આઈ.યુ. ની કામગીરી પૂર્ણ થવામાં છે. આ સાથે અલગથી વીજ લાઈન, પાવર બેકઅપ માટે જનરેટર, ઓક્સીજન લાઈન, દર્દીના સગા માટે કેન્ટીનની વ્યવસ્થા વગેરે સવલતો પણ ઉભી કરવામાં આવી છે.

પીડિયાટ્રિક વિભાગ
સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગના હેડ અને પ્રોફેસર ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે નવી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં નવજાત શિશુની સારવાર માટે એન.આઈ.સી.યુ ત્રણ લેવલમાં ઉભુ કરવામાં આવેલ છે. નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જ જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે ૨૫ બેડનું આઈ.સી.યુ., મોટી ઉંમરના બાળકો માટે ૪૪ બેડનું હાઈ ડીપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન સુવિધાઓ, ભારત સરકારની ઓપરેશનલ ગાઈડલાઈન મુજબનું ગુજરાતનું પ્રથમ શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સારવાર માટેનું ડી.ઈ.આઈ. સેન્ટર, કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું ૨૫ બેડનું એન.આર. સેન્ટર, હિમોફેલિયા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેનો અલાયદો વિભાગ ઉપરાંત પીડિયાટ્રિક ન્યુરો સર્જીકલ અને સર્જીકલ વિભાગ, બાળકો રમત રમી શકે તે માટે પ્લે એરિયા, તેમજ એન.આઈ.સી.યુ. ટ્રેનિંગ માટે ૧૦૦ બેઠકનું ટ્રેનિંગ સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યુ હોવાનું ડો. બુચે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું.
ગાયનેક વિભાગ
પી.ડી.યુ. મેડિકલ કોલેજના ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો. કમલ ગોસ્વામીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેડિકલ કાઉન્સિલની ગાઈડલાઈન મુજબ, સૌરાષ્ટ્ર -કચ્છના દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા સાથે ઉત્તમ સારવાર મળી રહે તે માટે ૩૭૦ બેડ સાથેનો ગાયનેક વિભાગ ડીઝાઇન કરાયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનું રજીસ્ટ્રેશન, વેઇટિંગ કમ નોલેજ શેરિંગ, પ્રસુતિ અને સ્ત્રી રોગ ઇમર્જન્સી સારવાર અર્થે ૬ બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ ફ્લોર પર ઉભી કરવામાં આવી છે.
આ સાથે અન્ય ફ્લોર પર ૯ ઓપરેશન થીએટર બ્લોક, ૧૮ બેડનો આગમન કક્ષ (પ્રસુતિ રૂમ), રિસ્કી ડીલિવરી માટે ક્વોલિફાઈડ નર્સીઝ દ્વારા ચાર બેડનો મીડ વાઈફ લેડ કેર યુનિટ, ૪ ન્યુ બોર્ન કોર્નર કે જ્યાં નવજાત બાળકની સારવાર, પ્રથમ એક હજાર દિવસ સર્ટિફિકેશન મજુબ અલગથી લેબર રૂમ, મમતા ક્લિનિક ઓ.પી.ડી.સહીત ઓલ ઈન વન સ્ટોપ સ્ટેશન, ગાયનેક ઓ.પી.ડી. કે જેમાં કેન્સર ક્લિનિક, મેનોપોઝલ ક્લિનિક, કુટુંબ નિયોજન ઓ.પી.ડી. જેવા વિભાગો અલાયદા ઉભા કરવામાં આવ્યા છે. દર્દીઓની સુવિધાર્થે અનુપ્રસુતી અને પૂર્વપ્રસુતી અને સ્ત્રી રોગ વોર્ડ વિભાગ ડીઝાઇન એન.એમ.સી. ગાઈડલાઈન, ૧૦૦૦ ડેઝ અને મિડવાઈફ કન્સેપટને ધ્યાને લઈને કરવામા આવ્યા હોવાનું ડો. ગોસ્વામીએ જણાવ્યું છે.
રાજકોટની ઝનાના હોસ્પિટલ ખરા અર્થમાં જરૂરિયાતમંદ મહિલા અને બાળ દર્દીઓનું સ્નેહસભર સારવારનું કેન્દ્ર ચોક્કસ બની રહેશે.

Share Article

Other Articles

Previous

પડવલામાં યુવતીની હત્યા કરી આડેધ ફરાર

Next

અમે કોઈને દુભવ્યા નથી, છતાં કોઈને એવું લાગ્યું હોય તો મિચ્છામી દુકકડમ: અસિત મોદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
7 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
7 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
8 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

નિવૃત્તિ પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શું કરી શકે અને શું ન કરી શકે ?? જાણો નિવૃતિ પછી કેટલા લાભ મળે છે ?
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
બાબા સાહેબ આંબેડકરના મુદ્દા પર સંસદના બંને ગૃહોમાં જબરી ધમાલ બાદ રાજ્યસભા આખા દિવસ માટે મુલતવી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટના લાખાજીરાજ રોડ-રૈયા રોડ પર થયેલા દબાણો પર તૂટી પડશે મનપા અને પોલીસ
ટૉપ ન્યૂઝ
1 મહિના પહેલા
કુટુંબ નિયોજન ઘટ્યું !! રાજકોટ જિલ્લામાં નસબંધીમાં 50 ટકાનો ઘટાડો
ટ્રેન્ડિંગ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર