વ્યાજમાફી સ્કીમમાં વેરાની આવક વધી પણ ધાર્યા મુજબ નહીં, ૨૦૦ મિલકત સીલ
રાજકોટ મહાપાલિકાની કરોડરજ્જુ સમી આવક મિલકત વેરાના ટાર્ગેટમાં વેરા વસુલાત શાખા કેમેય કરીને ટાર્ગેટ નજીક પહોંચી શકતી નથી. માર્ચ મહિનો નજીક આવ્યો છતાં હજુ ટાર્ગેટ દૂર હોવાથી વેરા શાખા આકરા પાણીએ બની છે.
વધુ ૧૫૪૦ જેટલા મિલકત ધારકોને વેરો ભરવા નહીં તો મિલકત જપ્તીની નોટિસ, મિલકત સીલ કરવાનું અભિયાન તેજ બનાવ્યું છે જેમાં વધુ ૧૦.૫૦ કરોડ જેવી આવકનો ટૂંકાગાળામાં જ ઉમેરો થયો છે.
મહાપાલિકાના બજેટમાં ચડત વેરામાં ૧૦ હજાર સુધીના વ્યાજ માફીની યોજનાથી વેરો વધુ તો ભરાવા લાગ્યો છે પરંતુ ધાર્યા મુજબ આવક થતી ન હોય અથવા વ્યાજ માફી યોજનાનો ચડત વેરા ધારકો લાભ લેવામાં હજુ શુષ્ક જેવા હોવાથી મહાપાલિકા દ્વારા હવે મિલકતો સીલ કરવાની કામગીરી તેજ બની છે. ૩૩૦૦ જેવા ચડત વેરા ધારકોની મિલકતો સીલ કરવા કાર્યવાહી થતાં અંદાજે ૧૦.૫૦ કરોડથી વધુની આવક થઈ છે.
વ્યાજમાફી યોજનાને કારણે વેરાની આવક વધવાની રાજકોટ મહાનગરપાલિકાને આશા
છે. અલગ-અલગ વોર્ડમાંથી ૨૦૦થી વધુ મિલકતો સીલ કરાઈ છે.
