બોટલો ફેંકી, પોસ્ટર ફાડ્યા.. મેસ્સીની કોલકાતા ઈવેન્ટમાં ફેન્સ બેકાબૂ, માત્ર 10 મિનિટ જ રોકાયો ફૂટબોલર
કોલકાતામાં ફૂટબોલર લિયોનેલ મેસ્સીના GOAT ટૂરમાં અફરાતફરી ફેલાઈ હતી. અવ્યવસ્થાને કારણે ગુસ્સે ભરાયેલા ચાહકોએ પોસ્ટરો તોડ્યા અને બોટલો ફેંકી. પરિસ્થિતિ વધુ વણસી જતાં સુરક્ષા દળો દ્વારા મેસ્સીને માત્ર 10 મિનિટમાં જ સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો, જેના કારણે હજારો ચાહકો પરેશાન થયા.
લિયોનેલ મેસ્સીનો કોલકાતા પ્રવાસ જે ફૂટબોલ ચાહકો માટે ઐતિહાસિક અને યાદગાર બનવાનો હતો, તે કાર્યક્રમમાં અવ્યવસ્થાના કારણે હંગામો મચી ગયો. સોલ્ટ લેક સ્થિત વિવેકાનંદ યુવા ભારતી સ્ટેડિયમની અંદર GOAT ટૂરના ભાગરૂપે મેસ્સીને જોવા માટે હજારો ચાહકો કલાકો પહેલા પહોંચી ગયા હતા, પરંતુ જેમ જેમ ઇવેન્ટ આગળ વધતી ગઈ તેમ તેમ પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ.
