ખજખઊને હવે 10 લાખને બદલે 20 લાખની લોન બેન્ક રિકવરીમાં દબાણ નહીં, એજન્ટો માટે નિયમ બનશે
રિઝર્વ બેન્કે જાહેર કરેલી નાણા નીતિ મહત્વની બની રહી છે. ડિજિટલ વ્યવહારો સંબંધિત છેતરિંપડીના કેસોનો સામનો કરવા માટે આરબીઆઇની એમપીસીએ એક મોટું પગલું ભર્યું છે. અનધિકૃત ઇલેક્ટ્રોનિક વ્યવહારોના કિસ્સાઓમાં ગ્રાહકોની જવાબદારી મર્યાદિત રહેશે. નાના મૂલ્યના છેતરિંપડીમાં નુકસાન સહન કરનારા ગ્રાહકોને 25 હજાર રૂપિયા સુધીનું વળતર આપવા માટે એક માળખું રજૂ કરાશે. આનાથી ડિજિટલ ચુકવણીનો ઉપયોગ કરતા સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. નાણાકીય નીતિ સમિતિએ શુક્રવારે રેપો રેટ અંગેનો નિર્ણય જાહેર કર્યો. વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સમિતિએ મુખ્ય નીતિ દર 5.25% પર રાખવાનો નિર્ણય લીધો. આ ચાલુ નાણાકીય વર્ષની અંતિમ દ્વિમાસિક દ્વિમાસિક નાણાકીય નીતિ છે. આમ લોનધારકો નિરાશ થયા છે. એમની ઈએમઆઈ ઘટશે નહી.
આરબીઆઇએ ડિજિટલ ચુકવણીઓને વધુ સુરક્ષિત બનાવવા માટે એક ચર્ચા પત્ર પણ બહાર પાડવાનો નિર્ણય લીધો છે. તે વ્યવહારોની સુરક્ષા સંબંધિત નવા પગલાં પર વિચાર કરશે. વરિષ્ઠ નાગરિકો જેવા સંવેદનશીલ જૂથો માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
આ સાથે જ બેન્કની સમિતિએ અન્ય એક નિર્ણય પણ જાહેર કર્યો હતો. જે મુજબ હવે એમએસએમઈને ગેરંટી વિનાની લોન રૂપિયા 10 લાખને બદલે 20 લાખ થઈ જશે. તેમજ બેન્કની રિકવરી માટે પણ નવા નિયમ બહાર આવશે. એજન્ટો પર વસૂલાત માટે નિયંત્રણ મૂકવામાં આવશે.
