બની બેઠેલા રાણીબા સહિતના છ આરોપીઓ જેલ હવાલે
મોરબી : મોરબીમાં અનુસૂચિત જાતિના યુવાનને પગાર મુદ્દે મોઢામાં ખાસડુ લેવડાવનાર કહેવાતા બની બેઠેલા રાણીબા સહિતના છ આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવતા તમામને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
મોરબીના અનુસૂચિત જાતિ સમાજના નિલેશભાઈ દલસાણીયા નામના યુવાનને પગારના બદલે ચામડાના પટ્ટાથી ઢોર માર મારી મોઢામાં પગરખું લેવડાવવાની કુચેષ્ઠા કરનાર રાણીબા ઇન્ડસ્ટ્રીઝની સંચાલિકા વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરા ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ રાણીબા સહિતના આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા તમામને નામદાર મોરબી અદાલત સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ સાથે તપાસનિશ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરા ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી સહિત તમામ છ આરોપીઓને આજે તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.
જે બાદ આજે તમામના રિમાન્ડ પૂર્ણ થતા અદાલતમાં રજૂ કરવામાં આવતા તમામ આરોપીઓના વધુ રીમાન્ડ માંગવામાં ન આવતા આજે જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવતા તમામ આરોપીઓ ને મોરબી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.