આવનારા દિવસો ગુજરાતના રાજકારણ માટે ઘણા મહત્વનાં સાબિત થવાના છે ત્યારે નવી દિલ્હીમાં પી.એમ.નિવાસસ્થાને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના ટોચના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમ જ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકના એજન્ડા અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી પણ સુત્રો એવું માની રહ્યા છે કે, આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ગુજરાત પ્રદેશ સંગઠનનું માળખું અને ખાસ કરીને જાન્યુઆરીમા રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતના આ નેતાઓ દિલ્હીમાં અમિત શાહ અને જે.પી. નડાને પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકની ફલશ્રુતિ જાણવા મળી નથી પણ આગામી બે-ત્રણ દિવસમાં કોઈક જાહેરાત થવાની સંભાવના છે.
રાજકોટ વાઈબ્રન્ટ, સંગઠન માળખુઅને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતના મુદ્દે થઇ વાતચીત
