Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

દુબઈમાં બે સહેલીએ પતિના `ધંધા’ અંગે વાત કરી’ને ઘડાયો અપહરણનો પ્લાન !

Wed, April 8 2026

એકનો પતિ દુબઈમાં હવાલા થકી કમિશન પર પૈસાની હેરફેર કરતો હોય બીજી સહેલીને જાણકારી મળતાં જ પતિને વાત કર્યા બાદ વ્યવસ્થિત પ્લાનિંગ કરી ૫૦ લાખ પડાવી લેવાયા

રાજકોટમાં આંગડિયા પેઢીના કર્મચારીને દોઢ કલાક સુધી બંધક બનાવનાર બીજો શખસ પણ પકડાયો: દુબઈના બે શખસોના નામ પણ ખુલ્યાકર્મચારીએ આંગડિયા પેઢીના માલિકને ૫૦ લાખ મળી ગયા છે એટલુ કહ્યું’ને દુબઈમાં રહેલા ફરિયાદીએ આરોપીને ૫૦ લાખ ચૂકવી દીધા


રાજકોટની સોની બજારમાં ગોલ્ડન માર્કેટમાં આવેલી એસ.પી.આંગડિયા પેઢીના કર્મચારીને દોઢ કલાક સુધી બંધક બનાવી ત્રણ શખસોએ દુબઈમાં ૫૦ લાખનો હવાલો પડાવી દીધાનો ગુનો ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાતાં જ પોલીસે આ કાંડમાં સામેલ બે શખસોને દબોચી લીધા હતા. આ આખોયે મામલો દુબઈમાં બે સહેલીઓ વચ્ચે પતિના ધંધા' અંગે થયેલી વાતચીત બાદ શરૂ થયો હતો અને ત્યાંથી જ અપહરણનો પ્લાન બનાવી પૈસા પડાવી લેવાનોખેલ’ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે રાજકોટના બે શખસોને પકડી પાડ્યા છે જ્યારે દુબઈમાં રહેલા સાગર અને વૈભવ નામના શખસોને પકડવા માટે કાયદાકીય તજવીજ હાથ ધરાશે.
એસ.પી.આંગડિયા પેઢીના કર્મચારી વિરલ જશવંતભાઈ વ્યાસ તેમજ તેના સાથી કર્મચારી કિશન દિનેશભાઈ વીસપરાનું ગત તા.૧૦-૧૧-૨૦૨૫ના જામનગર રોડ પર નંબર પ્લેટ વગરની સફેદ કલરની બીએમડબલ્યુ કારમાં દોઢ કલાક સુધી અપહરણ કરી ફરિયાદી વિરલને આંગડિયા પેઢીના માલિક મિહિરભાઈ મુકેશભાઈ દત્તાણી પાસે એવું બોલાવડાવ્યું હતું કે તેને ૫૦ લાખની રકમ મળી ચૂકી છે. દુબઈમાં રહેતાં વિમલભાઈ પાંધી દ્વારા એસ.પી.આંગડિયા પેઢીના સંચાલકને ૫૦ લાખની રકમ રાજકોટમાંથી લેવાની હોવાનું કહેતાં જ આખોયે ખેલ શરૂ થયો હતો.
આ ગુનામાં સામેલ બજરંગવાડીના શબ્બીર ઉર્ફે જાબર સિદીકભાઈ જુણેજા અને તોફિક જમીલહુસેન શેખને પકડી પાડ્યા હતા. બન્નેની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તેમને આ હવાલો પાડવાનું દુબઈ બેઠેલા વૈભવે કહ્યું હતું. આના બદલામાં શબ્બીર ઉર્ફે જાબરને પાંચ લાખ રૂપિયા ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યા પ્રમાણે આરોપી વૈભવ પટેલની પત્ની તેમજ ફરિયાદી વિમલભાઈ પાંધીની પત્ની બન્ને દુબઈમાં આવેલા ધાર્મિક સ્થળે નિયમિત અવર-જવર કરતા હોય બન્ને વચ્ચે પરિચય કેળવાયો હતો. આ મુલાકાત દરમિયાન જ એકબીજાના પતિના વ્યવસાય અંગે ચર્ચા થતાં વૈભવની પત્નીએ તેનો પતિ આંગડિયાના પૈસા કમિશન મારફતે ફેરવતો હોવાનું કહી તેમની પાસે નાણાંની હેરફેર કરવા માટે એક પાર્ટી હોવાનું કહેતાં વિમલ પાંધીના પત્નીએ વિમલને વાત કર્યા બાદ વિમલ અને વૈભવ પટેલ વચ્ચે સંબંધ કેળવાયો હતો. આ ગુનામાં સાગર વ્યાસ નામનો શખસ પણ સામેલ હોવાનું ખુલતાં બન્નેને પકડવા તજવીજ આદરાઈ છે.
એકંદરે વિમલ પાંધીને ઉલ્લુ બનાવવા માટે વૈભવ અને સાગરે કાવતરું રચ્યું હતું. આ બન્નેએ વિમલ પાંધીને કહ્યું હતું કે તેમને રાજકોટમાંથી ૫૦ લાખનું પેમેન્ટ લેવાનું છે. આ પેમેન્ટ સ્વીકારવા માટે વિમલ પાંધીએ રાજકોટની આંગડિયા પેઢીના માલિક મિહિર દત્તાણીનો સંપર્ક કર્યો હતો જે બાદ વિરલ પૈસા લેવા માટે ગયો હતો અને તેનું અપહરણ કરી આરોપીઓએ જબરદસ્તીથી એવું બોલાવડાવ્યું હતું કે તેને ૫૦ લાખ રૂપિયા મળી ગયા છે. જેવો ૫૦ લાખનો મેસેજ પાસ થયો કે તુરંત જ વિમલ પાંધીએ વૈભવને ૫૦ લાખ ચૂકવી દીધા હતા !

Share Article

Other Articles

Previous

જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી

Next

ફરી ઘાસલેટનો યુગ આવ્યોસરકારે ભાવબાંધણું કર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
2 કલાક પહેલા
દુબઈમાં બે સહેલીએ પતિના `ધંધા’ અંગે વાત કરી’ને ઘડાયો અપહરણનો પ્લાન !
2 કલાક પહેલા
ફરી ઘાસલેટનો યુગ આવ્યોસરકારે ભાવબાંધણું કર્યું
2 દિવસ પહેલા
અનિરૂધ્ધસિંહ જાડેજાની જેલ ટ્રાન્સફર, સાબરમતિમાં મોકલાયા
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ખીરસરામાં સ્મશાન ગૃહનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ દટાયા આધેડનું મોત જુઓ …
રાજકોટ
3 વર્ષ પહેલા
યુપીના અલીગઢથી ભાગેલા સાસુ અને જમાઈ નેપાળ બોર્ડર પરથી પકડાયા
Breaking
12 મહિના પહેલા
હમાસ આજે ઈઝરાયલના 3 બંધકોને મુક્ત કરશે : એ જ રીતે ઇઝરાયલ પેલેસ્ટાઇનના 370 કેદીઓને મુક્ત કરશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Air Pollution : વધતાં જતાં પ્રદૂષણથી થઈ શકે છે કેન્સર !! આ જાણકારી તમને ચોંકાવી દેશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર