નંબર બંધ હોવા છતાં તંત્રએ જાણકારી આપવાનું વ્યાજબી ન સમજ્યું…!
મહાપાલિકાના અમિન માર્ગ પર આવેલા કોલ સેન્ટર ઉપર દરરોજ મોટી સંખ્યામાં નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી સહિતના ધાંધિયા હોવાની ફરિયાદ નોંધાતી રહે છે. આ માટે તંત્ર દ્વારા 155304 નંબર જાહેર કર્યો હતો જે ત્રણ દિવસ સુધી `બેભાન’ મતલબ કે બંધ રહ્યા બાદ ચોથા દિવસે ફરી શરૂ થયો હતો. જો કે આ ત્રણ દિવસ દરમિયાન અનેક અરજદારો પોતાની ફરિયાદ નોંધાવી શક્યા ન્હોતા.
આશ્ચર્યની વાત એ છે કે આટલો મહત્ત્વનો નંબર બંધ હોવા છતાં તંત્રએ લોકોને તેની જાણકારી આપવાનું વ્યાજબી સમજ્યું ન્હોતું સાથે સાથે નંબર ફરી શરૂ થઈ ગયો છે તેવી જાહેરાત પણ કરી ન્હોતી !
કમ્પ્લેઇન લખાવવાનો નંબર જ બંધ થઇ જતાં આ નંબરની કમ્પ્લેઇન ઉઠી હતી. 155304 નંબર ટોલ-ફ્રી નંબર છે જે ડાયલ કરવાથી ફોન સીધો કોલ સેન્ટર ઉપર જાય છે અને ત્યાં લોકો મહાપાલિકાને લગતી ફરિયાદ નોંધાવી શકે છે. વળી, ફાયર વિભાગ માટે પણ આ જ નંબર હોય ત્યાં અનેક લોકોએ ફોન કરવા છતાં સંપર્ક ન થઈ શકતાં આખરે શું થયું હશે તેવા પ્રશ્નો ઉપસ્થિત થવા લાગ્યા હતા. આ નંબર બીએસએનએલ ટેલિકોમ કંપનીનો છે એટલા માટે મહાપાલિકા દ્વારા નંબર બંધ થયાની તેમજ અમુક નેટવર્ક પરથી ફોન ન લાગી રહ્યા અંગેની ફરિયાદ વારંવાર કર્યા બાદ નંબર ફરી શરૂ થવા પામ્યો હતો. એકંદરે તંત્ર દ્વારા જ્યાં સુધી લોકો બરાબરના હેરાન ન થયા ત્યાં સુધી નંબર શરૂ કરાવવા માટે કોઈ જ તસ્દી લેવાઈ ન હોવાનો રોષ પણ લોકોએ વ્યક્ત કર્યો હતો.
નળ, ગટર, લાઇટ, સફાઇ, પાણી સહિતની ફરિયાદજ્યાં કરવાની હોય તે લાઈનમાં જ `ફોલ્ટ’ આવતાંઅરજદારો બેબાકળા બન્યા’તાઃ ટેલિકોમ કંપનીને વારંવાર કાગળલખ્યા બાદ નંબર શરૂ થયો
