ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યાં
ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળ્યા…. D બ્લોક પાસેની જગ્યામાં 6 ફૂટ ઊંચો ગાંજાનો છોડ મળી આવ્યો… NSUI કાર્યકરોએ ગાંજાના છોડ પકડી પાડ્યા… વિદ્યાના ધામમાં ગાંજાના છોડ મળતા અનેક સવાલ..
ગુજરાતમાં શિક્ષણનું સ્તર હવે સાવ નીચલા પાયદાન પર જતુ રહ્યું છે. વિદ્યાના ધામમાં હવે શિક્ષણ સિવાયનું બીજું બધુ જ થઈ રહ્યું છે. શિક્ષાના ધામોને જાણે બોડી બામણીના ખેતરની જેમ ખુલ્લા મૂકાયા હોય, અને કુલપતિઓ તથા આચાર્યો શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શિક્ષણધામ હવે નશાના ધામ બનાવી રહ્યાં છે. ત્યારે હવે એવી ઘટનાઓ બની રહી છે કે, શું ગુજરાતમાં વિદ્યાર્થીઓને હવે ગાંજા વાવવાનું શીખવાડાય છે? ગુજરાતમાં વધુ એક યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. રાજકોટની ફેમસ મારવાડ યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળ્યા છે. યુનિવર્સિટીના D બ્લોક પાસેની જગ્યામાં ગાંજાના છોડ મળી આવ્યા છે. જેમાં 6 ફૂટ ઊંચો ગાંજાનો છોડ મળી આવ્યો છે. NSUI કાર્યકરોએ ગાંજાના છોડ પકડી પાડ્યા છે. ગાંજાના બે છોડ યુનિવર્સિટી D બ્લોક પાસે જોવા મળ્યા હતા. વિદ્યાના ધામમાં ગાંજાના છોડ મળતા અનેક સવાલો ઉભા થયા છે.