છઝઊમાં આજથી પ્રવેશ પ્રક્રિયા: ૮૪ હજાર બેઠકો માટે ૧૭ એપ્રિલ ડેડલાઇન
વોઈસ ઓફ ડે । અમદાવાદ
રાઈટ ટુ એજ્યુકેશન (છઝઊ) એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં ધોરણ-૧માં પ્રવેશ માટે આજથી ઓનલાઈન રજિસ્ટે્રશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે રાજ્યની ખાનગી શાળાઓમાં અનામત રાખવામાં આવેલી ૮૪,૨૨૮ બેઠકો પર પ્રવેશ માટે વાલીઓ ૧૭ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે. આ વર્ષે કુલ બેઠકોમાં ગુજરાતી માધ્યમની ૪૧,૪૧૧ અને અંગ્રેજી માધ્યમની ૪૦,૨૬૨ બેઠકોનો સમાવેશ થાય છે.
ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. હવે વાલીઓ શાળા પસંદગીની સાથે પોતાની અનુકૂળતા મુજબ સવાર કે બપોરની ‘શિફ્ટ’ (પાળી) પણ પસંદ કરી શકશે. આ ઉપરાંત, અગ્રતાક્રમમાં ફેરફાર કરતા હવે અનામત કેટેગરીના બાળકોને આંગણવાડીના બાળકો કરતા પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની ૯૪ હજાર બેઠકોની સરખામણીએ આ વર્ષે બેઠકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વાલીઓએ નિયત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે.
