ગાંધીધામમાં 20 મિનિટ માટે 2 કરોડ રોકડ ભરેલી કેશવાનની લૂંટ
- ડ્રાઇવર અને ગાર્ડ ચા પીતા હતા ત્યારે રોકડ ભરેલી કેશવાન એક શખ્સ હંકારી ગયો:
- પોલીસે પીછો કરતાં લૂંટારૂ મીઠીરોહડ પાસે કેશવાન રેઢી મૂકી ફરાર
કચ્છના ગાંધીધામમાં માત્ર 20 મિનિટ માટે 2 કરોડ રોડક ભરેલી કેશવાનની લૂંટ થયા બાદ આ લૂંટ ચલનારનો પોલીસે પીછો કરતાં આ શખ્સે 2 કરોડ રોડક ભરેલી કેશવાન ભચાઉ હાઇવે ઉપર મીઠીરોહડ નજીક રેઢી મૂકી દીધી હતી.
ગાંધીધામમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પર એક કેશવાન આવી હતી જેમાં બેન્કના અંદાજે બે કરોડ રૂપિયાની રોડક હતા.એટીએમની બહાર ડ્રાઈવર અને ગાર્ડ ચા પીતા હતા ત્યારે કેશવાનને એકે શખ્સ ઉઠાવી ગયો હતો
કેશવાન ગાયબ થતા ડ્રાઈવર અને સિક્યોરિટી ગાર્ડ દોડતા થયા હતા અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ગણતરીની મિનિટોમાં ત્યાં આવી પહોંચી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ ગાંધીધામ શહેર અને જિલ્લામાં નાકાબંધી કરાવી હતી. અને 20 મિનિટમાં જ આ કેશવાન પોલીસને ભચાઉ નજીક મીઠીરોહડ પાસે રેઢી મળી હતી. પોલીસે પીછો કરતાં કેશવાન રેઢી મૂકી એક શખ્સ ભાગી ગયો હતો. જેને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી છે.