એન્જોય દિવાળી ! સરકારે શુક્રવારે રજા જાહેર કરી
તા.31 ઓક્ટોબરથી તા.3નવેમ્બર સુધી દિવાળી મીની વેકેશન : 9મીએ શનિવારે કચેરીઓ ચાલુ રાખવાની શરતે રજા
ચાલુ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન સળંગ ચાર દિવસ સુધી સરકારી કર્મચારીઓ રજાનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકારે આગામી તા.1ને શુક્રવારે વધારાની જાહેર રજાની જાહેરાત કરી છે, બદલામાં તા. 9મીએ શનિવારે કચેરીઓ ચાલુ રાખવાની રહેશે.
આગામી દીપાવલીના તહેવારોમાં તા.31ના રોજ દિવાળી બાદ તા.1ને શુક્રવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવી પડે તેમ હતી અને બાદમાં તા.2ના રોજ શનિવારે બેસતા વર્ષની રજા અને રવિવારે ભાઈ બીજની રજા આવતી હોવાથી ગુજરાત સરકાર દ્વારા તા.1ને શુક્રવારે એક દિવસની રજા જાહેર કરી છે જેને કારણે તમામ બોર્ડ નિગમ, પંચાયત અને સરકારી કચેરીઓમાં ચાર દિવસની સળંગ રજાઓ કર્મચારીઓ માણી શકશે. જો કે, તા.1ને શુક્રવારે રજા જાહેર કરવાના બદલામાં તા.9ને શનિવારે તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખવા રાજ્ય સરકારે હુકમ જારી કર્યો છે.