આવકવેરા વિભાગની નવીરણનીતિઃ હવે GST ડેટાથી ખુલશે સાચી આવક
આવકવેરા વિભાગે હવે નવી અને ટેક્નોલોજી આધારિત રણનીતિ અપનાવી છે. ઈન્કમટેક્સ વિભાગ ટૂંક સમયમાં જીએસટીના વ્યાપક ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ શરૂ કરશે. આ પગલું પ્રત્યક્ષ કર આધારને વિસ્તૃત કરવા સાથે સાથે નિયમોમાં જરૂરી સુધારા લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનું માનવામાં આવે છે.મળતી માહિતી મુજબ, જીએસટી અને આવકવેરા ડેટાને એકબીજા સાથે જોડીને વ્યક્તિઓ તથા વ્યવસાયોની વાસ્તવિક આવકનું આકલન કરવામાં આવશે.
આ નવી પ્રક્રિયાથી જીએસટી વિભાગને પણ મોટો ફાયદો થવાની શક્યતા છે. કારણ કે આવકવેરા વિભાગના વિશ્લેષણથી મોટા પાયે ચાલતા ફેક બિિંલગ, બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને કરચોરીના કેસો ઝડપથી બહાર આવી શકે છે. બંને વિભાગો વચ્ચે માહિતીની આપ-લે વધતા સંયુક્ત કાર્યવાહીનો રસ્તો પણ ખુલ્લો થશે.
નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારે પ્રત્યક્ષ કરવસુલાતનું સુધારેલ લક્ષ્યાંક 24.2 લાખ કરોડ રૂપિયા નક્કી કર્યું છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે જીએસટી ડેટાનો ઉપયોગ મહત્વની ભૂમિકા ભજવશે.
હાલમાં આવકવેરા રિટર્નમાં વ્યક્તિઓ અને વ્યવસાયો દ્વારા દર્શાવવામાં આવતી કુલ આવક દેશના કુલ જીડીપીની સરખામણીએ લગભગ 40 ટકા ઓછી હોવાનું સામે આવ્યું છે, અધિકારીઓનું માનવું છે કે, જીએસટી ડેટાના આધારે સાચી આવક બહાર આવવાથી કર આધાર વિસ્તૃત થશે, કરચોરી પર અંકુશ આવશે અને પ્રામાણિક કરદાતાઓ પરનો ભાર પણ ઘટાડવામાં મદદ મળશે.
ટેક્સ દરમાં ઘટાડાને પગલે રેવન્યુ વધારવા મહત્વનું સાબિત થશેઃ ૠજઝ ડેટાના આધારે વ્યક્તિઓ અને વ્યવસાયોની વાસ્તવિક આવક આવશે સામે, બંને વિભાગોમાં વધશે સંયુક્ત કાર્યવાહી
