અનિરૂધ્ધસિંહ જાડેજાની જેલ ટ્રાન્સફર, સાબરમતિમાં મોકલાયા
પોપટભાઇ સોરઠિયાના પૌત્રએ અગાઉ કરેલી અરજીના આધારે રાજ્ય સરકાર અને જેલ સત્તાવાળાઓનો નિર્ણય: ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે અનિરૂધ્ધસિંહને અમદાવાદ લઇ જવાયા
ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ૧૫મી ઓગસ્ટે ધ્વજ્વંદનના કાર્યક્રમ વખતે સરાજાહેર પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા અને આજીવન કેદની સજા ભોગવતા રીબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિસંહ જાડેજાની સુરક્ષાના કારણોસર જેલ તબદિલ કરી જૂનાગઢ જેલમાંથી ચૂસ્ત બંદોબસ્ત સાથે અમદાવાદની સાબરમતિ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આ ચકચારી કેસની જાણવા મળતી માહિતી મુબ જૂની અદાવતે ૧૯૮૮ના ૧૫મી ઓગસ્ટે ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની સરાજાહેર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
આ ચકચારી કેસમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાની ધરપકડ થયા બાદ ટાડા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે સજાના હુકમ બાદ અનિરૂધ્ધસિંહ જાડેજા લાંબો સમય સુધી ફરાર રહ્યા બાદ પોલીસની ભીંસ વધતા અંતે રાજકોટની કોર્ટમાં શરણાગતિ સ્વીકારતા તેઓને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
જૂનાગઢ જેલમાં સજા ભોગવતા અનિરૂધ્ધસિસંહે ૨૦૧૮માં સજા માફી મેળવવા અરજી કરતાં જેલ સત્તાવાળાઓએ કોર્ટને અંધારામાં રાખીને અનિરૂધ્ધસિંહને સજા માફ કરી જેલમાંથી મુકત કર્યા હતા જેની સામે પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ સજા માફીનો ગેરકાયદેસર હુકમ
અનુસંધાન પાના નં.૧૫
