ભારત-ઑસ્ટે્લિયા વચ્ચે ટી-૨૦ શ્રેણી શા માટે રમાઈ રહી છે?
વર્લ્ડકપ ફાઈનલમાં ભારતના મોઢેથી જીત ખૂંચવી લેનારા દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, મને પણ નથી સમજાઈ રહ્યું !
ભારત-ઑસ્ટે્લિયા વચ્ચે પાંચ ટી-૨૦ મેચની શ્રેણીનો પ્રથમ મુકાબલો રમાઈ ચૂક્યો છે. વર્લ્ડકપ પૂર્ણ થયાના માત્ર ચાર દિવસ બાદ આ શ્રેણી શરૂ થઈ જતાં સવાલો ઉભા થઈ રહ્યા છે. આ સવાલ પણ ઑસ્ટે્લિયાના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી માર્નસ લાબુશેને ઉંાવ્યો છે. લાબુશેન વર્લ્ડ કપ જીત્યા બાદ ઑસ્ટે્લિયા પહોંચી ગયો છે પરંતુ તે પોતાના સાથી ખેલાડીઓ માટે ચિંતીત છે જે આટલા ઓછા સમયમાં એક પછી એક શ્રેણી રમવાના છે. લાબુશેને કહ્યું કે ભારત-ઑસ્ટે્લિયા વચ્ચે શ્રેણીનું આયોજન વાસ્તવિક રીતે આશ્ચર્યજનક છે.
લાબુશેને કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ શરૂ થતાં પહેલાં અમારી પાસે ત્રણ સપ્તાહ જ બાકી છે એટલા માટે ટી-૨૦ શ્રેણીનું આયોજન હેરાન કરી દેનારું છે. બન્ને વચ્ચે પાંચ મેચ રમાશે જેની પહેલી મેચ રમાઈ ગયા બાદ બીજો મુકાબલો આવતીકાલે રમાશે. આ શ્રેણીમાં બન્ને ટીમોએ પોતાના સીનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે. જો કે ઑસ્ટે્લિયાએ ટીમમાં પાંચ વર્લ્ડકપ વિજેતા ખેલાડીઓને ઉતાર્યા છે જ્યારે ડેવિડ વૉર્નરે અંતિમ સમયે આ શ્રેણીમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે.