ક્રિકેટનો `કિંગ’ કોણ? કાઉન્ટડાઉન શરૂ…
વર્લ્ડકપ-૨૦૨૩માં ભારત `અજેય’ રહીને જ ચેમ્પિયન બનશે કે પછી ઑસ્ટે્રલિયા તેની મજા બગાડશે? ઠેર-ઠેર એક જ ચર્ચા
બે દેશના વડાપ્રધાન, ૮ રાજ્યના મુખ્યમંત્રી સહિત ૧૦૦થી વધુ વીઆઈપી બનશે `મહેમાન’: એક પછી એક ચાર્ટર પ્લેનની બોલશે ધણધણાટી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બપોરે ૨ વાગ્યાથી ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે વર્લ્ડકપનો ફાઇનલ: આખા વિશ્વમાં છવાશે `ક્રિકેટ ફિવર’
રાજકોટથી મોટી સંખ્યામાં ક્રિકેટ-રસિયાઓઅમદાવાદ પહોંચી ગયા
ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હતા તે પળ આખરે આવી પહોંચી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે વર્લ્ડકપ-૨૦૨૩નો ફાઈનલ મુકાબલો રમાવાનો છે ત્યારે ક્રિકેટનો કિંગ' કોણ તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ જવા પામ્યું છે. આ મેચ જીતીને ભારત ત્રીજી વખત તો ઑસ્ટે્રલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. વર્લ્ડકપ-૨૦૨૩માં ભારત અત્યાર સુધી
અજેય’ રહ્યું છે મતલબ કે દરેક મેચમાં તેણે શાનદાર જીત મેળવી છે એટલા માટે તેને હરાવવું ઑસ્ટે્રલિયા માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ બની રહેશે.
બપોરે ૨ વાગ્યાથી શરૂ થનારો આ મુકાબલો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ભારત સહિત આખા વિશ્વમાં ક્રિકેટફિવર છવાયેલો રહેશે. બીજી બાજુ આ ઐતિહાસિક ફાઈનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ઑસ્ટે્રલિયન વડાપ્રધાન એન્થની આલ્બનીઝ, નાયબ વડાપ્રધાન તેમજ દેશના ૮ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત ૧૦૦થી વધુ વીઆઈપીઓ અમદાવાદના મહેમાન બનશે જેમને અમદાવાદ સુધી લાવવા માટે એક પછી એક ચાર્ટર પ્લેનની ધણધણાટી સંભળાશે. બીજી બાજુ રાજકોટથી અમદાવાદમાં ફાઈનલ જોવા માટે અનેક ક્રિકેટરસિકો પહોંચી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.