અમે બે વર્ષથી આ ક્ષણ માટે તૈયારી કરતા હતા: રોહિત શર્મા
ફાઈનલ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઘણા મોટા ખુલાસા કર્યા
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ભારત અને ઓસ્ટે્રલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. ઓસ્ટે્રલિયા વિશે ભારતીય કેપ્ટને કહ્યુ કે તેને એ વાતથી કોઈ સમસ્યા નથી કે ઓસ્ટે્રલિયા તેની છેલ્લી આઠ મેચ જીતી ચૂક્યું છે. આ સિવાય તેણે એ પણ જણાવ્યુ કે આ વર્લ્ડ કપની તૈયારીઓ ૨ વર્ષ પહેલાથી કરવામા આવી છે અને કોઈ પણ દબાણ હેઠળ કેમ રમવું તેની અમને ખબર છે.રોહિત શર્માએ કહ્યુ કે અમે આ ક્ષણની રાહ જોતા હતા.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યુ કે અમને તેના પ્રભાવી હોવાથી કોઈ સમસ્યા નથી. તેઓએ તેમની છેલ્લી ૮ જીતી છે. આ એક સારી મેચ હશે અને બને ટીમો રમવા માટે સક્ષમ છે. હિટમેને કહ્યુ કે આ મારી સૌથી મોટી ક્ષણ છે. હુ ૫૦ ઓવરનો વર્લ્ડ કપ જોઈને મોટો થયો છુ. ભારતીય ક્રિકેટર હોવાના નાતે તમારે દબાણનો સામનો કરવો પડે છે તેમ જણાવતા રોહિત શર્માએ કહ્યુ હતુ કે, અમારે એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે કે જરુરી શુ છે.વધુ ફોકસ અને સમય એ વાત પર આપવામા આવ્યો છે અમારે એ વાતને જ વળગી રહેવાનું છે. અમે પ્રથમ મેચથી એક વસ્તુ જાળવી રાખી છે અને તે છે શાંતિ. ભારતીય ક્રિકેટર હોવાના નાતે તમારે દબાણનો સામનો કરવો પડે છે અને તે સ્થિર છે. એક ચુનંદા રમતવીર તરીકે તમારે ટીકા, દબાણ અને પ્રશંસાનો સામનો કરવો પડે છે.
ફાઈનલ મેચની પ્લેઈંગ ઈલેવન વિશે વાત કરતા ભારતીય કેપ્ટને કહ્યુ કે તમામ ૧૫ ખેલાડીઓને રમવાની તક છે. અમે આજે પિચ અને સ્થિતિની સમીક્ષા કરીશું. ૧૨-૧૩ લોકો તૈયાર છે, પરતુ પ્લેઈંગ ઈલેવન સેટ નથી અને હુ ઈચ્છું છુ કે તમામ ૧૫ ખેલાડીઓ મેચ માટે તૈયાર રહે.