મનિષ પાંડે સહિત બે ખેલાડી બોલિંગ નહીં કરી શકે
આઈપીએલ-૨૦૨૫ના મેગા આ.ક્શન પહેલાં બીસીસીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે શંકાસ્પદ એક્શનવાળા બોલરોની યાદી જાહેર કરી છે જેના હેઠળ ખેલાડીઓને બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. જ્યારે ત્રણ ખેલાડીઓ ઉપર પ્રતિબંધ ઝળુંબી રહ્યો છે. ભારત વતી રમી ચૂકેલા મનિષ પાંડેની બોલિંગ એક્શન શંકાસ્પદ હોવાથી તેની બોલિંગ પર પ્રતિબંધ લગાવાયો છે. આ ઉપરાંત શ્રીજીત કૃષ્ણન પણ હવે બોલિંગ કરી શકશે નહીં. આ બન્ને કર્ણાટક વતી ઘરેલું ક્રિકેટ રમે છે. આ સિવાય દીપક હુડ્ડા, સૌરભ દુબે અને કે.સી.કરિયપ્પાને પણ શંકાસ્પદ એક્શનની યાદીમાં સામેલ કરાયા છે.