આજે ભારત-ઑસ્ટે્લિયા વચ્ચે બીજો ટી-૨૦ મુકાબલો
પેટા: કૃષ્ણાના સ્થાને આવેશ ખાનને તક અપાઈ શકે: સાંજે ૭ વાગ્યાથી ટક્કર શરૂ
ઑસ્ટે્લિયા સામે પાંચ મેચની ટી-૨૦ શ્રેણીની પહેલી મેચ જીત્યા બાદ આજે ટીમ ઈન્ડિયા તિરુવનંતપુરમાં બીજો મુકાબલો રમવા મેદાને ઉતરશે. આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની શક્યતા ઘણી ઓછી છે પરંતુ જો મેનેજમેન્ટ અમુક ફેરફાર કરશે તો તેમાં પ્રસિદ્ધ કૃષ્ણાનું પડતું મુકાવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ફાસ્ટ બોલિંગમાં પણ ફેરફાર થઈ શકે છે કેમ કે ગત મુકાબલામાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ૪ ઓવરમાં ૫૦, અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૪૧ રન લૂંટાવી દીધા હતા આવામાં અર્શદીપ-બિશ્નોઈની જાળવી રાખી કૃષ્ણાને પડતો મુકાય તેવી શક્યતા નકારી શકાતી નથી. જો આમ થાય છે તો કૃષ્ણાની જગ્યાએ આવેશ ખાનને તક અપાઈ શકે છે. આવેશ ભારત માટે અત્યાર સુધી ૧૬ ટી-૨૦ મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે ૧૬ વિકેટ ખેડવી છે. આ મુકાબલાનો પ્રારંભ સાંજે ૭ વાગ્યાથી થશે અને મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પરથી થશે.