IPLમાં બેટરોને આવું બનશે !
આઈપીએલની આગામી સીઝનમાં બેટરોનું આવી બનવાનું છે. આમ તો દર વખતની સીઝનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસતો હોય છે પરંતુ આ વર્ષની સીઝનમાં તેવું ઓછું જોવા મળી શકે છે.
ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ પ્રમાણે આઈપીએલની આગલી સીઝનમાં મેચની દરેક ઓવરમાં વધુમાં વધુ બે બાઉન્સર ફેંકી શકાશે. અત્યાર સુધી આવું ન્હોતું ત્યાં સુધી કે આઈપીએલમાં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવો નિયમ જ અમલમાં હતો અને બોલર એક ઓવરમાં એક જ બાઉન્સર ફેંકી શકતો હતો.
જો એક કરતા વધુ બાઉન્સર ફેંકો તો નો-બોલ ગણવામાં આવતો હતો. જો કે આઈપીએલમાં હવે આવું બનશે નહીં. આઈપીએલમાં દર વર્ષે નવા નિયમોને જોડવામાં આવી રહ્યા છે. પાછલા વર્ષે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમે આઈપીએલની મેચોમાં ઘણી અસર કરી હતી. અમુક લોકોને આ નિયમ સારો લાગ્યો તો અમુકે વિરોધ પણ કર્યો હતો. જ્યારે વાઈડ અને નો-બોલના મામલે પણ બેટરને રિવ્યુ લેવાનો અધિકાર આપવામાં આવ્યો હતો જેથી તેને જો શંકા હોય તો તે ખુદ સમાધાન કરી શકે છે.