ઓલિમ્પિકમાં થશે ખતરનાક `ખેલ’: ખેલાડીઓ થઈ જશે લોહીલૂહાણ !
બન્ને ખેલાડી એકબીજાનો જીવ લેવા સુધી કરી શકે પ્રયત્ન
વોઈસ ઓફ ડે, નવીદિલ્હી
જ્યારે પણ ઓલિમ્પિક ગેમ્સ રમાય છે તેમાં દર વખતે નવી રમતની એન્ટ્રી થતી જ હોય છે. ઉદાહરણ તરીકે અમેરિકાના લૉસ એન્જલસમાં ૨૦૨૮માં રમાનારા ઑલિમ્પિકમાં ક્રિકેટ રમાશે જ્યારે પેરિસ ઓલિમ્પિકમાં બ્રેક ડાન્સીંગ નામની રમતનું ડેબ્યુ થયું હતું. હવે એક અત્યંત ખતરનાક ગણાતી રમતને ઓલિમ્પિકમાં એન્ટ્રી કરાવવાની તૈયારી ચાલી રહી છે. મીક્સ્ડ માર્શલ આર્ટસ કંપની યુએફસીના સીઈઓ ડૈના વાઈટે આ રમતને ઓલિમ્પિકમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.
રેસલિંગ, બોક્સિંગ અને જૂડોના રૂપમાં ત્રણ રમત પહેલાંથી જ સામેલ છે ત્યારે મીક્સ માર્શલ આર્ટસ કેમ નહીં ? તેમ કહીને આ મુદ્દો ઉપસ્થિત કરાયો હતો. ડૈના વાઈટે કહ્યું કે આ રમત પણ સામેલ થવું જોઈએ. મારું માનવું છે કે એમ એમ એને ઓલિમ્પિકમાં સામેલ કરવાથી દર્શકો પણ મોટી સંખ્યામાં આવશે જેના માટે અત્યારે ચારે બાજુ દોડધામ કરવી પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ રમત બાદ કોઈ એથ્લીટને સાજા થવા માટે ઘણો સમય લાગી જાય છે. માર્શલ આર્ટસમાં અનેક પ્રકારની ટેકનીક હોય છે. ભારતમાં લોકપ્રિય કલારીપયટ્ટુ, જૂડો, બોક્સિંગ અને વૂશુ સહિત અનેક રમતોને માર્શલ આર્ટસના અલગ-અલગ રૂપ ગણવામાં આવે છે. આ તમામને મેળવીને એક રમત બની જેને મીક્સ્ડ માર્શલ આર્ટસ નામ અપાયું છે. આ રમતમાં બન્ને ફાઈટર લોહીલૂહાણ થઈ જાય છે અને એકબીજાનો જીવ લેવા સુધી પ્રયત્ન કરી લ્યે છે !