વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત
દરેક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે કે તે એકવાર વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધત્વ કરે. આજે BCCIએ વર્લ્ડ કપ 2023 માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. જેમાં 15 ખેલાડીઓના નસીબ ખુલ્યા છે. આજે 5 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 વાગ્યાથી BCCI દ્વારા પ્રેસ કોન્ફેરેન્સ દ્વારા
વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત ભલે આજે 5 સપ્ટેમ્બરે થઈ છે. પણ 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી 2 સપ્ટેમ્બરની રાત્રે જ કરી લેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર, એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રદ્દ થયા બાદ ભારતીય સિલેક્ટર્સ, હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ સાથે મળીને 15 સભ્યોની ધુરંધર ટીમ નક્કી કરી હતી.
વનડે વર્લ્ડ કપ 2023 માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમ
રોહિત (C), કોહલી, બુમરાહ, હાર્દિક, ગિલ, ઐયર, રાહુલ, જાડેજા, સિરાજ, શમી, કુલદીપ, ઠાકુર, અક્ષર, ઈશાન, સૂર્યા.
બેટ્સમેનઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ
વિકેટકીપર: ઈશાન કિશન, કેએલ રાહુલ
ઓલરાઉન્ડરઃ રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર
ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
સ્પિનર: કુલદીપ યાદવ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને BCCI ચીફ સિલેક્ટર અજીત તેંડુલકરે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. જોકે, આ ટીમમાં 28 સપ્ટેમ્બર સુધીમાં ફેરફાર કરી શકાશે. આ ભારતીય ટીમમાં 3 ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક, જાડેજા અને અક્ષર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડયાને ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ભારતીય ટીમની ગ્રુપ મેચ
8 ઓક્ટોબર – ભારત vs ઓસ્ટ્રેલિયા
11 ઓક્ટોબર – અફઘાનિસ્તાન vs ભારત
14 ઓક્ટોબર – પાકિસ્તાન vs ભારત
19 ઓક્ટોબર – બાંગ્લાદેશ vs ભારત
22 ઓક્ટોબર – ભારત vs ન્યુઝીલેન્ડ
29 ઓક્ટોબર – ભારત vs ઈંગલેન્ડ
2 નવેમ્બર – શ્રીલંકા vs ભારત
5 નવેમ્બર – સાઉથ આફ્રિકા vs ભારત
12 નવેમ્બર – નેધરલેન્ડ vs ભારત