૪૪ વર્ષના ખેલાડીએ ૧૬ દડામાં ઝૂડ્યા ૮૪ રન !
લેજન્ડસ લીગ ક્રિકેટમાં રિકાર્ડો પોવેલની ધમાકેદાર સદીની મદદથી ઈન્ડિયા કેપિટલ્સે સધર્ન સુપરસ્ટાર્સને ૭ વિકેટે હરાવ્યું છે. સધર્ને પહેલાં બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૩ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈન્ડિયા કેપિટલ્સે ૧૬.૪ ઓવરમાં જ માત્ર ૩ વિકેટ ગુમાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. કેપિટલ્સની શરૂઆત બહુ સારી રહી ન્હોતી અને તેણે પહેલી વિકેટ માત્ર ૨૧ રને જ ગુમાવી દીધી હતી. આ પછી બીજી વિકેટ પણ ૨૧ રને જ ગુમાવી હતી. આ પછી ૪૪ વર્ષનો રિકાર્ડો અડીખમ ઉભા રહી ગયો હતો. આ દરમિયાન તેને ક્રિસ એડવર્ડનો સાથ મળ્યો હતો જેણે અણનમ ૪૫ રનની ઈનિંગ રમી હતી.
રિકાર્ડો ૧૦૦ રન બનાવીને આઉય થયો હતો. તેણે ૫૭ બોલમાં ૧૦૦ રન બનાવ્યા હતા જેમાં ૧૦ છગ્ગા અને ૬ ચોગ્ગા સામેલ હતા. આરીતે તેણે ૧૬ દડાકાં બાઉન્ડ્રીથી જ ૮૪ રન બનાવી ટીમને એક આસાન જીત અપાવી દીધી હતી.