વિશ્વ ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ: ફાઇનલ દુબઇમાં
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ઈંઙક જેવી જમાવટ થશે
૧૪મીથી યુરોપિયન જિમખાનામાં મહાનુભાવોની હાજરીમાં ચોગ્ગા-છગ્ગા
સાથે ઉદ્ઘાટન: પાંચ ઝોનની વિજેતા ટીમને અમદાવાદમાં લીગ મેચ રમાડાશે
વિશ્વ ઉમિયાધામ યુવા સંગઠન દ્વારા ડે-નાઈટ ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્ટ ૨૦૨૪-૨૫ યોજાશે. આર.પી. પટેલ અને ગૌતમ ધમસાણિયા દ્વારા આ સમગ્ર આયોજનને સફળતા તરફ દોરી જવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પાંચ ઝોનમાં ટેનિશ ક્રિકેટની ટૂર્નામેન્ટ નોક-આઉટ સીસ્ટમથી રમાડવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર ઝોનનું યુડી ક્લબના નેજા હેઠળ શહેરના યુરોપિયન ઝીમખાના ખાતે તા.૧૪ને શનિવારના રોજ જાણીતા સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ ટૂર્નામેન્ટના ભવ્ય ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવશે અને સૌરાષ્ટ્ર ઝોનની મેચો રમાશે તેમ યુડી ક્લબના પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું. ક્રિકેટની ટૂર્નામેન્ટમાં ટેનિશની રમત ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રમાઈ રહી છે. ખેલાડીઓમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. કારણ કે ગુજરાત રાજ્યના પાંચ ઝોનમાંથી વિજેતા થયેલ ટીમને અમદાવાદ ખાતે લિગ મેચ રમાડવામાં આવશે. ત્યારબાદ અમદાવાદમાં વિજય થનાર ટીમને સાત સમંદર પાર દુબઈ ખાતે ફાઈનલ મેચ રમાડવામાં આવનાર છે તેમ જણાવવામાં આવ્યું હતું.
વધુ વિગત આપતા પટેલ તથા ધમસાણિયાએ જણાવ્યું હતું કે કાઠિયાવાડ જીમખાના ખાતે શરૂ નાર આ મેચમાં આઠ હાઈ માસ્ટ ટાવર, ભવ્ય કોમેન્ટ્રી બોક્સ તથા પ્લેયરર્સ ડગઆઉટ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે તેમજ ખેલાડીઓના ચોગ્ગા અને છગ્ગા અને વિકેટની પણ ડીજેના સથવારે વધાવીને ખેલાડીઓના ઉત્સાહને પુશઅપ કરાશે. ટેનિશ ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે આ સુવર્ણ તક ઉભી થઈ છે અને ફાઈનલમાં રમનાર ટીમોને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો મોકો મળશે.
પુષ્કરભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઉમા ડાયનેમિક ક્લબ એટલે કે યુડી ક્લબ દ્વારા અનેક સેવાકિય કાર્યો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે યુવાનો માટે પણ સ્પોર્ટ્સમાં રમતવીરો પોતાનું કૌશલ્ય દેખાડે તે માટે અને ભાઈચારાની ભાવનાને સુદૃઢ કરે તે આશયથી આ ઐતિહાસિક અને પ્રથમ વખત આ આયોજન કરવામાં આવ્યું છે. ખેલાડીઓને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી આપવામાં આવેલ ટીશર્ટ પહેરવાનું રહેશે. દરેક ટીમોએ રજિસ્ટે્રશન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ઝોનમાં રજિસ્ટે્રશન કરાવવા માટે બ્રાઈટ વિઝન, દર્શન કોમ્પ્લેક્સ, પુષ્કર ધામ સોસાયટી સામે, રાજકોટ ખાતે વધુ સંપર્ક માટે ૮૮૬૬૫ ૯૦૨૯૪ ઉપરથી માહિતી મેળવી શકાશે.
જીવનભાઈ ગોવાણી, રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ વૈષ્નાણી, ગૌતમભાઈ ધમસાણિયા, સંજયભાઈ જાકાસણિયા અને પુષ્કરભાઈ પટેલ તથા ક્લબ યુડીના પ્રમુખ પંકજભાઈ કાલાવડિયાના માર્ગદર્શન હેઠળ આ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટના પ્રોજેક્ટ ઈન્ચાર્જ તરીકે હિરેન ઘાટોડિયા મો.૮૪૦૧૭ ૪૭૫૪૪ તથા સહ ઈન્ચાર્જ તરીકે પરેશ કકાણિયા મો.૯૯૨૫૫ ૫૫૦૦૨ તથા યુડી ક્લબ વિવિધ સામેતિના સર્વે પરાગ ઘાટોડિયા, ભૂમિત વાઘાણી, હાર્દિક કોરિંગા, દિવ્યેશ ભોજાણી, રાકેશ રાજેમાળા, નિમેષ રંગપરિયા, પ્રવિણ ભોરણિયા, અક્ષય ગડારા, શૈલેષ ગડારા, અલ્પેશ કામરિયા, ભાણજી રાજમાળા, ભાર્ગવ મેતલિયા, દેવેન દેત્રોજા, દીપક પનારા, મયુર કાલાવડિયા, મુકેશ ઘોડાસરા, અરવિંદ બાવરિયા, ભરત ફેફર, ભાવેશ સાધરિયા, ભાવિન કામાણી, બિપીન વાઘડિયા, બિપીન કુંડારિયા, દિનેશ કાનાણી, દિનેશ મુંદડિયા, દિવ્યેશ ભાલોડી, ગૌરવ જાવિયા, હર્ષદ કાનાણી, હિતેષ ઘોડાસરા, હિતેષ માલસાણા, જીગર ભૂવા, જીજ્ઞેશ વાઘાણી, કલ્પેશ કાનાણી, કમલેશ કાલાવડિયા, કૌશિક વૈષ્નવ, કૌશિક સબાપરા, કિશન ઘોડાસરા, કિરીટ બોડા, લલિત ફેફર, મનહર ફેફર, મનિષ ગડારા, મનિષ સાધરિયા, મનોજ ગાંભવા, મનસુખ કાનાણી, મૌલિક કાલાવડિયા, નરેન્દ્ર પાણ, નિલેશ માકાસણા, પરેશ જાવિયા, પુનિત કાનાણી, રાજ પનારા, રાજુ ભોરણિયા, રાજુ ચિકાણી, રસિક જાવિયા, રોહિત છાત્રોલા, રોહિત ફળદુ, સુનિલ માકાસણા, સન્ની દેત્રોજા, ઉમેષ કુંડારિયા, વિમલ અમૃતિયા, વિપુલ પટેલ, વિપુલ વિરમગામા, વિવેક કાનાણી, વિવેક કાવઠિયા, યતિતન કામરિયા, યોગેશ ભેંસદડિયા, યોગેશ ભોજાણી, વિમલ સરવડા, શાંતિલાલ ભૂત સહિતના આગેવાનો આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.