T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ફસાઈ : વાવાઝોડાના કારણે એરપોર્ટ પર કામગીરી બંધ
ભારતીય ટીમે બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી છે જે બાદ તમામ ભારતીયોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે આ જીત બાદ ભારતીય ટીમ મોટા વાવાઝોડાને કારણે ત્યાં જ ફસાઈ ગઈ છે. ભારતીય ટીમ સોમવારે બાર્બાડોસથી ન્યૂયોર્ક જવા રવાના થવાની હતી અને ભારત ત્યાંથી રવાના થવા માટે ફ્લાઇટ ઉડાન ભરવાની હતી પરંતુ ખરાબ હવામાનના કારણે ભારતીય ટીમ હજુ સુધી ત્યાંથી નીકળી શકી નથી.
ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ફસાઈ છે. ખરાબ હવામાનના કારણે ભારતીય ટીમ હજુ સુધી ત્યાંથી નીકળી શકી નથી. આજે રાત સુધી બાર્બાડોસમાં વાવાઝોડું રહેવાનું છે જેના કારણે સમગ્ર એરપોર્ટને એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે હવામાન સુધર્યા બાદ જ ભારતીય ટીમ બાર્બાડોસથી ઉડાન ભરી શકશે.
So the Barbados airport has been shut. It’s now a curfew like situation and nobody is allowed to step out. Hurricane Beryl is expected to hit in the next 6 hours. Already started drizzling. Beryl upgraded to Category 4 (the second most severe). Team India to stay indoors, packed…
— Vikrant Gupta (@vikrantgupta73) June 30, 2024
ઇન્ડિયા ટુડેના વિક્રાંત ગુપ્તાએ, જે હાલમાં બાર્બાડોસમાં છે, X પર એક પોસ્ટમાં લખ્યું, ‘બાર્બાડોસ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે અહીં કર્ફ્યુ જેવી સ્થિતિ છે અને કોઈને પણ ઘરની બહાર નીકળવાની છૂટ નથી. બેરીલ વાવાઝોડું આગામી 6 કલાકમાં લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. ઝરમર વરસાદ શરૂ થયો છે. ટીમ ઈન્ડિયા હોટલની અંદર જ રોકાશે. આગામી 24 કલાકમાં શું થવાનું છે તેની કોઈને ખબર નથી. પ્રવાસ યોજનાઓ અંગે હજુ પણ અનિશ્ચિતતા છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમે 17 વર્ષની રાહનો અંત 29 જૂનના રોજ બાર્બાડોસમાં રમાયેલ T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીતથી ટીમ ઈન્ડિયા તેમજ ક્રિકેટ પ્રેમીઓને સાત મહિના પહેલા અમદાવાદમાં રમાયેલા ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનું દુ:ખ ભૂલવામાં મદદ મળી (નવેમ્બર 19, 2023).
જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોએ મેદાન પર ઉજવણી કરી હતી, ત્યારે ભારતમાં ક્રિકેટ ચાહકોએ ફટાકડા ફોડીને અને શેરીઓમાં ત્રિરંગો લહેરાવીને ઉજવણી કરી હતી. હવે ટીમ ઈન્ડિયાની સ્વદેશ પરત ફરવાની રાહ જોવાઈ રહી છે. અહીં આવવા પર ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ પર ઉતર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે વિજય સરઘસ કાઢવામાં આવી શકે છે, જેમ કે 2011માં મુંબઈમાં થયું હતું. આ વખતે આ દ્રશ્ય દિલ્હીની સડકો પર જોવા મળી શકે છે, કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસથી સીધી દિલ્હી ઉતરવાની છે.