વિમેન્સ T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા જાહેર
ચોથી વખત હરમનપ્રિતના હાથમાં ટીમની કમાન
આગામી વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ટીમનું એલાન થઈ ગયું છે. આ ટીમની કમાન હરમનપ્રિતને સોંપાઈ છે તો સ્મૃતિ મંધાના ટીમની વાઈસ કેપ્ટન રહેશે. વર્લ્ડકપ આ વખતે સંયુક્ત અરબ અમીરાતમાં આયોજિત થશે જેનો પ્રારંભ ૩ ઑક્ટોબરથી ૨૦ ઑક્ટોબર સુધી રમાશે. ભારતને ગ્રુપ-એમાં ઑસ્ટે્રલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સામે રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ૪ ઑક્ટોબરે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કરશે. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર ૬ ઑક્ટોબરે થશે. આ બન્ને મુકાબલામાં દુબઈમાં રમાશે.
ટીમ ઈન્ડિયા
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકિપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકિપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, સજના સજીવન