T20 World Cup : ટીમ ઈન્ડિયાની પસંદગી સિલેકટરોને લોઢાના ચણા ચાવવા જેવું, જાણો કોણ છે ફોર્મમાં અને કોણ છે આઉટ ઓફ ફોર્મ ??
એક તરફ ઇન્ડિયન પ્રીમિયર લીગ જોર શોરથી ચાલી રહી છે તો બીજી તરફ યુએસએમાં યોજાનારા t20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત પણ ટૂંક સમયમાં થવા જઈ રહી છે ત્યારે બીસીસીઆઇના સિલેક્ટરો માટે ભારતીય ખેલાડીઓ પોતાના ફોર્મથી અને કપરા સવાલો પૂછી રહ્યા છે. ભારતીય ટીમમાં કયા ખેલાડીને પસંદગી કરવી અને ક્યાં નહીં તેના પર ક્રિકેટ જગતના નિષ્ણાતો અને દેશવાસીઓ પણ અત્યારથી ચર્ચા વિચારણા કરી રહ્યા છે.
એક તરફ સિનિયર ખેલાડીઓ છે જે પોતાની દાવેદારી મજબૂત કરીને બેઠા છે તો બીજી તરફ જુનિયર ખેલાડીઓનું પ્રદર્શન પણ તેમની દાવેદારીને સીધી ટક્કર આપી રહ્યું છે. ભારતીય ટીમની પસંદગી માટે વિકેટકીપર પણ સૌથી પ્રબળ દાવેદારી માનવામાં આવી રહી છે જેના માટે વર્તમાન સમયમાં ચાલતી ipl માં રિષભ પંત અને સંજુ સેમસન વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. તેવી જ રીતે ટી 20 વર્લ્ડ કપમાં કપ્તાન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા કોણ આવશે તેના સિલેક્શન પર સિલેક્ટરોને માથાનો દુખાવો થઈ જશે કારણ કે
રોહિત શર્માની સાથે વિરાટ કોહલીનું પણ ઓપનેર તરીકે નામ ગુંજી રહ્યું છે તો બીજી તરફ યશસ્વી જેસવાલ અને શુભમન ગીલ પણ એટલા જ ફોર્મમાં ચાલી રહ્યા છે. તેની સાથે હાલ સૌથી વધારે સ્ટ્રાઇકરેટ સાથે રમતા સનરાઇસીસ હૈદરાબાદના અભિષેક શર્માએ પણ લીગમાં પોતાની અલગ છાપ ઊભી કરી છે. તેની સાથે ક્રિકેટ જગતના ધુરંધર મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં વર્ષોથી રમતા અને હાલ ચેન્નઇ સુપરકિંગ્સની કપ્તાની કરતા ઋતુરાજ ગાયકવાડે પણ સદી ફટકારી સિલેક્ટરોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તો આપણે હવે આગામી t-20 વર્લ્ડ કપ માટે હાલ રમાઈ રહેલી દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાં કોણ જુનિયર કેટલું ફોર્મમાં છે અને કોણ સિનિયર આઉટ ઓફ ફોર્મ છે તેના વિશે જાણશું.
કોણ ફોર્મમાં છે
યશસ્વી જયસ્વાલ
સંજુ સેમસન
રિયાન પરાગ
યુજેવન્દ્ર ચહલ
સંદીપ શર્મા
શુભમન ગીલ
સાંઈ સુદર્શન
કે. એલ. રાહુલ
અભિષેક શર્મા
ટી નટરાજન
જસ્પ્રિત બુમરાહ
રોહિત શર્મા
તિલક વર્મા
સૂર્યકુમાર યાદવ
રિષભ પંત
કુલદીપ યાદવ
રવિન્દ્ર જાડેજા
ઋતુરાજ ગાયકવાડ
શિવમ દુબે
શશાંક સિંઘ
આશુતોષ શર્મા
હર્ષલ પટેલ
રિંકુ સિંઘ
દિનેશ કાર્તિક
વિરાટ કોહલી
મોહમ્મદ સિરાજ
કોણ આઉટ ઓફ ફોર્મ છે
મોહિત શર્મા
રાહુલ ટેવતિયા
દીપક હૂડા
કૃણાલ પંડ્યા
રવિ બિશનોઈ
જયદેવ ઉનડકટ
ભુવનેશ્વર કુમાર
ઉમરાન મલીક
ઈશાન કિશન
હાર્દિક પંડ્યા
અક્ષર પટેલ
શાર્દુલ ઠાકુર
દીપક ચહર
અર્શદીપ સિંઘ
શિખર ધવન
શ્રેયસ ઐયર
રાહુલ ચહર